Home » Canada » જીપીએસી દ્વારા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી : ગરબા, દાંડિયારાસ અને નૃત્યની પ્રસ્તૃતિ

News timeline

Gujarat
27 mins ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
2 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
2 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
2 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
2 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
3 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

Bangalore
4 hours ago

કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો : ડ્રામેબાજીનો આખરે અંત

Chennai
4 hours ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

Breaking News
5 hours ago

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

World
5 hours ago

ઉ.કોરિયાએ વચન નિભાવ્યું : પરમાણુ પરીક્ષણ કેન્દ્ર વિસ્ફોટોથી ઉડાવી દીધું

Bhuj
6 hours ago

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

Breaking News
8 hours ago

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

જીપીએસી દ્વારા ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી : ગરબા, દાંડિયારાસ અને નૃત્યની પ્રસ્તૃતિ

  • વ્યાપાર, સંસ્કૃતિ, સમાજ સેવા અને સિદ્ધિઓ ધરાવનારા ૪ને ગુજરાત ગૌરવ પુરસ્કાર એનાયત કરાયા

ક્યૂબેક : ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડા (જી.પી.એ.સી.) એક મુખ્ય  બિન-નફાકારક સંસ્થા છે. જેની રચના આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક રીતે સમૃદ્ધ ભાવિ હાંસલ કરવા અને ગુજરાત, ભારત અને કેનેડિયન સરકાર વચ્ચેની મુખ્ય અસરકારક સંસ્થા બનવા થઈ હતી. જી.પી.એ.સી.એ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી ૫ાચમી મેના રોજ કરી હતી. શ્રી શૃંગેરી વિદ્યા ભરતી ફાઉન્ડેશન, ૮૦ બ્રાયડન ડ્રાઇવ, ઇટી બીકોકે, ઓન, એમ૯ ડબલ્યુ ૪ એન ૬ ખાતે મહાનુભવો દ્વારા મનોરંજન, પુરસ્કાર વિતરણ અને પ્રાસંગિક ઉદ્બોધન કાર્યક્રમનું આયોજન થયું હતુ. કાર્યક્રમને જી.પી.એ.સી.ના જનરલ સેક્રેટરી ધવલ વેદિયાએ ખુલ્લો મૂકયો હતો. નિર્દેશકોએ દરેક પ્રતિષ્ઠિત વ્યકતિઓનું અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સલાહકાર સમિતિના સભ્યો અને નિર્દેશકોએ શૃંગેરીના પૂજારીના વૈદિક મંત્રો સાથે દીપ પ્રાગટય વિધિ કરી હતી.

મુખ્ય મહેમાન કોન્સુલ. દીપેર્ન્દ્ર સિંઘ, અને વરિષ્ઠ બાબતોના  પ્રધાન દીપિકા દામેર્લાએ આ પ્રસંગે ઉપસ્થિત રહી શોભા વધારી હતી. આ વર્ષે ગુજરાત ગૌરવ પુરસ્કાર વ્યાપાર, સંસ્કૃતિ, સમાજ સેવા અને આજીવન ક્ષેત્રમાં વૈશ્વિક સિદ્ધિઓ ધરાવતી ૪ વ્યક્તિઓને અર્પણ કરાયા હતા. કેનેડિયન અને ભારતીય રાષ્ટ્ર ગીત સંપૂર્ણ ઉત્સાહથી ગવાયાં હતા. ઝનકાર ડાન્સ ગ્રુપે ગણેશ વંદના અને ગરબા અને દાંડિયારાસ સહિત ગુજરાત ડાન્સ થીમ પર નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. નરેશ ચાવડા (જી.પી.એ.સી. પ્રમુખ)એ આ તકે શા માટે જી.પી.એ.સી.નું નિર્માણ કર્યું અને તેના મિશન, વિઝન વિષે જણાવ્યું હતું અને ત્યારબાદ સભ્યો અને મહાનુભાવોનો આભાર માન્યો હતો.

ઉપપ્રમુખ પ્રણવ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી દ્વારા તમામ કેનેડિયન-ગુજરાતીઓ અને જી.પી.એ.સી.ને પાઠવેલો અભિનંદન સંદેશો વાંચ્યો હતો. ભાવેશ ભટ્ટે ગરવી ગુજરાત સિનિયર્સ ગ્રુપ સાથે એમઓયુની જાહેરાત કરી હતી.