Home » Canada » ન્યૂ બ્રુન્સવિકમાં કામદારોની સંખ્યામાં ઘટાડો, ઈમીગ્રેશન નીતિમાં સુધારો જરૃરી

News timeline

Business
7 mins ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

Gujarat
35 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
38 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
2 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
2 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

ન્યૂ બ્રુન્સવિકમાં કામદારોની સંખ્યામાં ઘટાડો, ઈમીગ્રેશન નીતિમાં સુધારો જરૃરી

  • ૧૯૪૬થી ૧૯૬૫ સુધીમાં નોકરી મેળવનારા અનેક લોકો નિવૃત્તિને આરે પહોંચ્યા

ન્યૂબ્રુન્સવીક : ચાલીસ વર્ષ પહેલાં, ન્યૂ બ્રુન્સવિક પ્રાંતમાં કામદારોની સંખ્યાનો દર દર વર્ષે લગભગ ૪,૦૦૦ લોકોના દરે વધી રહ્યો હતો. હવે તે લગભગ સમાન સંખ્યાથી ઘટી રહ્યો  છે. અર્થશાસ્ત્રી અને લેખક રિચાર્ડ સેલેંટે જણાવ્યું હતું કે, આ માત્ર દર વર્ષે ન્યૂ બ્રુન્સવિકમાં આવનારા આશરે ૧,૦૦૦ જેટલા ઇમિગ્રન્ટ્સને કારણે છે કે, પ્રાંતના કર્મચારીઓની સંખ્યા એક વર્ષમાં ૪,૦૦૦થી ઘટતી નથી. સેલેંટે મીડિયાને કહ્યું હતું કે, જો તમે કર્મચારીઓને સ્થિર કરવા માગતા હો, તો અમને દર વર્ષે ૨,૮૦૦ થી ૩,૦૦૦ લોકોની જરૃર છે – અને તે ફક્ત વસ્તુઓને સ્થિર કરવા માટે છે. જેથી કર્મચારીઓની સંખ્યા લાંબા સમય સુધી ઘટે નહિ. ન્યૂ બ્રુન્સવિકના ઘટતા કાર્યબળ માટેનું મોટું કારણ એ છે કે શ્રમ બજારમાં કામ કરતા અથવા કામ શોધી રહેલા રહેવાસીઓ કરતાં હવે નિવૃત્ત થનારાં રહેવાસીઓ વધુ છે. સમાન વલણ કેનેડાના અન્ય એટલાન્ટિક પ્રાંતોમાં અને સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. ન્યૂ બ્રુન્સવિકની વસતીનો ત્રીજો ભાગ ૧૯૪૬ થી ૧૯ ૬૫ સુધીના સમયગાળામાં રહ્યો હતો. અને ઘણા લોકો હવે તેમની નિવૃત્તિના વર્ષોએ પહોંચ્યા છે.

આ પ્રાંત હવે ૧૫ વર્ષની વયથી ઓછી ઉંમરના બાળકો કરતા ૬૫ વર્ષથી વધુ વયનાં લોકો ધરાવે છે. ન્યૂ બ્રુન્સવિકની આર્થિક વૃદ્ધિ પર કામદારોના નુકસાનની મોટી અસર થઇ છે, જે તાજેતરના વર્ષોમાં ફક્ત ૦.૫ ટકા વાર્ષિક ધોરણે ઘટી ગઈ છે. બદલામાં, ન્યૂ બ્રુન્સવિકના કરવેરાના આધારની વૃદ્ધિ ધીમી રહી છે, જ્યારે તેની વૃદ્ધ વસતીની આરોગ્ય સંભાળ અને સામાજિક સેવાની જરૃરિયાતો વધતી જાય છે. સેલેંટ અને સાથી અર્થશાસ્ત્રી ડેવિડ કેમ્પબેલ હવે ન્યૂ બ્રુન્સવિકની વસ્તી વિષયક કટોકટી અને ઇમીગ્રેશન સ્તરો વધારવા માટેની મહત્વપૂર્ણ આવશ્યકતા વિશે પ્રાંતના સમુદાયોમાં જાગૃતિ લાવવા માટે એક અભિયાન પર છે.