Home » Canada » મીસીસાગામાં શીખ સમુદાય દ્વારા શોભાયાત્રામાં ગુજરાતી પરિવારની નોંધપાત્ર સેવા

News timeline

Gujarat
31 mins ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
2 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
2 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
2 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
2 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
3 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

Bangalore
4 hours ago

કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો : ડ્રામેબાજીનો આખરે અંત

Chennai
5 hours ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

Breaking News
5 hours ago

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

World
5 hours ago

ઉ.કોરિયાએ વચન નિભાવ્યું : પરમાણુ પરીક્ષણ કેન્દ્ર વિસ્ફોટોથી ઉડાવી દીધું

Bhuj
6 hours ago

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

Breaking News
8 hours ago

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

મીસીસાગામાં શીખ સમુદાય દ્વારા શોભાયાત્રામાં ગુજરાતી પરિવારની નોંધપાત્ર સેવા

મીસીસાગા : તા. ૦૬-૦૫-૨૦૧૮ને રવિવારના રોજ મીસીસાગા ગુરૃદ્વારાથી રેક્સડેલ ગુરૃદ્વારા સુધી નગરકીર્તન શીખ સમુદાય મીસીસાગા તરફથી શોભાયાત્રા યોજવામાં આવી હતી. તેમાં આ વખતે બ્રામ્પ્ટનના વોર્ડ નંબર ૯ અને ૧૦ના સીટી કાઉન્સીલર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવનાર ધર્મવીર ગોહિલે તેમના પરિવાર સાથે સેવા આપી હતી અને સૌની સ્વરૃચિ પ્રમાણે ખમણ ઢોકળાં, સમોસા તેમજ ડ્રીંક્સની સુવિધા પુરી પાડી હતી. ધર્મવીર ગોહિલ દરેક કોમ્યુનિટીનાં લોકો સાથે વિવિધ સેવાઓથી સંકળાયેલા છે. જ્યારે જ્યારે કોઈપણ કોમ્યુનિટીમાં કોઈપણ જાતની સેવા આપવાની હોય ત્યારે ત્યારે તેઓ હમેંશા આગળ રહ્યાં છે. એક વર્ષ પહેલાં એટલે કે, ૨૦૧૭માં બ્રામ્પ્ટન સિવિક હોસ્પિટલ માટે તેઓની ૫૦મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ફંડ રેઝિગ કરીને આશરે ઇં ૩૫૦૦નું ડોનેશન આપ્યું હતું .

તેઓ ઈન્ડિયામાં ગુજરાતમાં નડીયાદ શહેરથી બી.ઈ. કેમીકલ્સની ડીગ્રી મેળવી ઈ.સ. ૨૦૦૦માં કેનેડા આવ્યા હતા. મોટર ડ્રાઈવીંગનું લાયસન્સ મેળવી લોકોને તેમણે ડ્રાઈવીંગ શીખવવાનું શરૃ કર્યું અને ૨૦૦૯માં ત્રણ વર્ષનાં અથાગ પરિશ્રમ બાદ સૌ પ્રથમ ગુજરાતી ભાષામાં ડ્રાઈવરનો જીવન સાથી નામની ગાઈડ લાઈનની બુક બહાર પાડી હતી. તેમની આ પુસ્તક અને લાઈસન્સ મેળવવાની પદ્ધતિનો ઘણાં બધા લોકોએ લાભ લીધો છે. ગુજરાતી સમુદાયથી માંડીને હિંદુસ્તાનનાં સર્વલોક કેનેડિયન ભાઈ-બહેનોને ૨૦૦૨થી આજદીન સુધી સેવાં આપતાં રહ્યાં છે .