Home » Canada » ગુજરાતી સીનીયર્સની બેઠક : બ્રેઈનની તંદુરસ્તી અંગે તબીબ દ્વારા માર્ગદર્શન અપાયું

News timeline

Gujarat
26 mins ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
2 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
2 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
2 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
2 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
3 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

Bangalore
4 hours ago

કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો : ડ્રામેબાજીનો આખરે અંત

Chennai
4 hours ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

Breaking News
5 hours ago

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

World
5 hours ago

ઉ.કોરિયાએ વચન નિભાવ્યું : પરમાણુ પરીક્ષણ કેન્દ્ર વિસ્ફોટોથી ઉડાવી દીધું

Bhuj
6 hours ago

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

Breaking News
8 hours ago

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

ગુજરાતી સીનીયર્સની બેઠક : બ્રેઈનની તંદુરસ્તી અંગે તબીબ દ્વારા માર્ગદર્શન અપાયું

  • સંસ્થાના આગામી કાર્યક્રમોની જાણકારી અપાઈ,

મીસીસાગા : ગુજરાતી સીનીયર્સની મે મહિનાની પ્રથમ મીટીંગ તા.૬-૫-૧૮ના રોજ શનિવારે કલાર્કસન સેકન્ડરી સ્કૂલમાં મળી હતી. અલઝેહમીર સોસાયટી ઓફ મીસીસાગાના બહેનોએ પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન ઓફ હેલ્ધી બ્રેઈન વિશે સ્લાઈડ્સ બતાવી સૌને માર્ગદર્શન આપ્યું હતુ. આ તકે ડો. ડેવીડ ક્ટઝએ કહ્યું હતુ કે, બ્રેઈન હેલ્થમાં સુધારો થઈ શકે છે. જેમને ડાયાબિટીશ, બ્લડપ્રેશર, કોલોસ્ટ્રોન હોય તેવા લોકોએ ખાસ કાળજી રાખવી જરૃરી છે. બ્રેઈન હેલ્થને સુધારવા માટે રમત ગમત, પઝલ, રીડોલ્સ, તરણ, વોકીંગ, ડાબાહાથનું કામ જમણા હાથે કરવુ, સ્ત્રીઓએ ૭-૮ ગ્લાસ અને પુરુષોએ ૬થી વધુ ગ્લાસ પાણી પીવુ, સૂતા પહેલા અડધો કલાક શાંત મન રાખવુ તથા શારીરિક કસરત કરવી જરૃરી છે.

ડો. ડેવીડે આપેલા માર્ગદર્શન અંગે પ્રેમીલાબેન મજીઠીયાએ અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં રૃપાંતર કરી સમજણ આપી હતી. ત્યારબાદ સંસ્થાના કાર્યક્રમો જેવા કેમ્પ, આનંદમેળો, ટૂર તથા નાટકમાં ભાગ લેવા માટે નામ નોંધાવવાની અપીલ થઈ હતી. સાથે મેગેઝીન માટે લખાણ મોકલવા સૌને જાહેર ઈજન અપાયું હતુ. નાનકડા વિરામ બાદ ચાલુ માસમાં જેમની વર્ષગાંઠ આવતી હોય તેવા સભ્યોને સ્ટેજ પર બોલાવી કૈલાસબેન, રસીલાબેન, પ્રેમીલાબેન તથા કિરીટભાઈએ કાર્ડ અને પુષ્પો આપી શૂભેચ્છા પાઠવી હતી. બાદમાં કનુભાઈ પટેલ તથા દીલીપભાઈ પટેલે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પના તેમના સફળ ટ્રેકીંગ અંગે સ્લાઈડ શો થકી વિગતો આપી હતી. અંતે પ્રમુખ કિરીટભાઈએ આજના કાર્યક્રમના દાતાઓા નામ, જણાવી તેઓનો તથા જમણના સ્પોન્સર સુરેશભાઈ કોઠારીનો આભાર માન્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા નલિનીબેન પટેલ, ઈલાબેન દેવાણી તથા વોલેન્ટિયર્સએ જહેમત ઉઠાવી હતી.