Home » Canada » ઓન્ટેરિયોમાં ૭મી જૂનની ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો ઉપયોગ કરાશે

News timeline

Gujarat
29 mins ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
2 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
2 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
2 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
2 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
3 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

Bangalore
4 hours ago

કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો : ડ્રામેબાજીનો આખરે અંત

Chennai
4 hours ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

Breaking News
5 hours ago

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

World
5 hours ago

ઉ.કોરિયાએ વચન નિભાવ્યું : પરમાણુ પરીક્ષણ કેન્દ્ર વિસ્ફોટોથી ઉડાવી દીધું

Bhuj
6 hours ago

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

Breaking News
8 hours ago

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

ઓન્ટેરિયોમાં ૭મી જૂનની ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો ઉપયોગ કરાશે

  • મતદાન અને મતગણતરી બંને પ્રક્રિયા ઝડપી બનવાની ચૂંટણી પંચને આશા

ઓન્ટેરિયોની પ્રાંતીય ચૂંટણીમાં સૌપ્રથમવાર મતદારો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોનો ઉપયોગ કરશે. જ્યારે તેઓ ૭મી જૂને મતદાન કરશે. મતદારોની કાગળની યાદીઓ પણ મોટાભાગના મતદાર ક્ષેત્રોમાં ભૂતકાળની વાત હશે, કાગળનું સ્થાન હવે તેનું ઇલેક્ટ્રોનિક રૃપ ઇ-પોલ બુક લેશે. ઓન્ટેરિયો ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, નવી ટેકનોલોજી મતદાન અને મત-ગણતરી પ્રક્રિયા બંનેને ઝડપી બનાવશે. જ્યારે મતદાતા મતદાન મથક ઉપર જશે ત્યારે,એક કરિયાણાની દુકાનમાં ખોરાકને સ્કેન કરવા જેવી પ્રક્રિયાની જેમ એક મશીન તેમના નોંધણી કાર્ડની સૂચનાને સ્કેન કરશે. ત્યારબાદ મતદારો અધિકારી પાસેથી તેમના મતપત્રક મેળવશે, તેને ભરો અને તે અધિકારીને પાછું આપી દો જે તેને ટેબલેટિંગ મશીન દ્વારા મૂકી દેશે. ઓન્ટેરેયોમાં ચૂંટણીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ૨૦૧૬માં નવી તકનીકનું પરીક્ષણ બે પેટા-ચૂંટણીઓમાં કરવામાં આવ્યું હતું, અને વિવિધ મ્યુનિસિપલ ચૂંટણીઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કારા ડેસ ગ્રેંજ્સે કહ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે, આ મતદાર માટે વધુ કાર્યક્ષમ હશે પરિણામો ઝડપી હોવા જોઈએ અને ટેક્નોલોજી હાથથી મત ગણતરી કરતાં વધુ વિશ્વસનીય પુરવાર થાય છે. ચૂંટણી ઓન્ટેરીયોના અહેવાલ અનુસાર વ્હીટબી-ઓશવા મતક્ષેત્રમાં ૧૧મી ફેબ્રુઆરી, ૨૦૧૬ ના રોજ યોજાયેલી પેટાચૂંટણીમાં નવા મશીનોનો ઉપયોગ કરીને મતદાનની ગણતરીમાં માત્ર ૩૦ મિનિટનો સમય લાગ્યો હતો, જ્યારે અધિકારીઓએ હાથેથી ગણતરી કરવામાં ૯૦ મિનિટનો સમય લીધો હતો. અહેવાલમાં એમ પણ જણાવ્યું હતું કે નવી તકનીક સ્ટાફિંગ જેવા અન્ય ચૂંટણીના મુદ્દે પણ મદદ કરશે. ચૂંટણી ઓન્ટેરીયોનો અંદાજ છે કે જો જૂની મતદાન પ્રણાલી ચાલુ રહેશે તો તે માટે ૧૦૦,૦૦૦ મતદાન અધિકારીઓની જરૃર પડશે. ડેસ ગ્રેંજસે જણાવ્યું હતું કે તેના બદલે, માત્ર ૫૫,૦૦૦ અધિકારીઓ ચૂંટણીના દિવસે કામ કરશે.

————————-