Home » Canada » કેનેડિયન ડોક્ટર્સ ટૂંક સમયમાં બાળકોની જાતિની ઓળખના મુદ્દાઓ વિશે જવાબો આપશે

News timeline

Gujarat
30 mins ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
2 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
2 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
2 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
2 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
3 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

Bangalore
4 hours ago

કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો : ડ્રામેબાજીનો આખરે અંત

Chennai
4 hours ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

Breaking News
5 hours ago

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

World
5 hours ago

ઉ.કોરિયાએ વચન નિભાવ્યું : પરમાણુ પરીક્ષણ કેન્દ્ર વિસ્ફોટોથી ઉડાવી દીધું

Bhuj
6 hours ago

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

Breaking News
8 hours ago

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

કેનેડિયન ડોક્ટર્સ ટૂંક સમયમાં બાળકોની જાતિની ઓળખના મુદ્દાઓ વિશે જવાબો આપશે

ટોરોન્ટો – કેનેડિયન પેડિયાટ્રીક સોસાયટીએ તેમના માતાપિતા અને પાલકોની સાથે બાળકોમાં જાતિ ઓળખની જટીલતાઓ પર ચર્ચા કરવામાં ડોકટરોને મદદ કરવા માટે માર્ગદર્શિકા આપી છે. ઓનલાઈન સ્રોત, બાળરોગ વિશેષજ્ઞાોને લિંગ, જાતિ ઓળખ, જાતિ અભિવ્યક્તિ અને જાતીય અભિમુખતા વચ્ચેનાં તફાવતો વિશેની સ્પષ્ટતા સહિતનાં માતા-પિતા દ્વારા પૂછવામાં આવેલા સામાન્ય પ્રશ્નોના જવાબ આપવામાં મદદ કરશે. સી.પી.એસ. પ્રમુખ ડો. માઇક ડિકીન્સને કહ્યું હતું કે, વધુને વધુ માતા – પિતા અમને પૂછે છે કે બાળકોમાં લિંગ ઓળખ સામાન્ય રીતે કયારે અને કેવી રીતે વિકાસ પામે છે. લાક્ષણિક વર્તન કોને ગણવામાં આવે છે, અને આવી ચોક્કસ વયે તેઓએ શું અપેક્ષા રાખવી જોઈએ. ડિકીન્સને જણાવ્યું હતું કે, ઘણાં પરિવારો તેમના બાળકોની જાતિ અભિવ્યક્તિ અને તેમના લૈંગિકતા વિશે પ્રશ્નો અને ચિંતાઓની સાથે બાળરોગ વિશેષજ્ઞાો પાસે આવી રહ્યા છે, પરંતુ આ બધા ડોકટરોને જવાબો આપવા માટે આ મુદ્દે સઘળી માહિતી આપવામાં આવી નથી.

તેમણે મિરામિચી, એન.બીમાંથી કહ્યું હતું કે, જ્યારે તેઓ તબીબી શાળામાં હતા અથવા પેડિયાટ્રિકની તાલીમમાં હતા ત્યારે આ વિષયને આવશ્યક રૃપે આવરી લેવામાં નહોતો આવ્યો, જે વિષયો વિષે પ્રશ્નો કરવા પરિવારો અને યુવાનો હાલમાં અમારો સંપર્ક કરી રહ્યા છે. સી.પી.એસ જણાવ્યું હતું કે, તેથી અમે અમારા સભ્યો માટે બાળપોથી મૂકવા માગીએ છીએ, પરંતુ સાથે કંઈક એવી વસ્તુ જે લોકોને  મોટા પાયે મદદરૃપ થઈ શકે, લોકોને કેટલાક મૂળભૂત મુદ્દાઓ વિશે માહિતી આપી શકે.