Home » Entertainment » Bollywood » પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર ભારતીય ગીતથી વિવાદ

News timeline

Delhi
33 mins ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
13 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
13 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
16 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
16 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
20 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
20 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
20 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
24 hours ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર ભારતીય ગીતથી વિવાદ

ન્યૂયોર્કઃ પાકિસ્તાનના જાણીતા ગાયક આતીફ અસલમે ન્યુયોર્કમાં પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિવસને સંબંધિત એક કાર્યક્રમમાં બોલીવૂડની ફિલ્મનું એક જાણીતું ગીત ગાતાં પાકિસ્તાનમાં લોકો એનાથી નારાજ થયા છે સોશિયલ મિડિયા પર એની પર ટીકા થઈ રહી છે. આતીફે્ બોલીવૂડની ઘણી ફિલ્મોના ગીતો માટે પોતાનો સ્વર આપ્યો છે. એણે ન્યુ યોર્કના સમારંભમાં ૨૦૦૯માં આવેલી હિન્દી ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’નું ‘તેરા હોને લગા હૂં’ ગીત ગાયું હતું. એના આ પરફોર્મન્સથી પાકિસ્તાનમાં એના ઘણા ચાહકો નારાજ થયા છે અને એની દેશભક્તિ વિશે સવાલ ઉઠાવ્યો છે અને એને આકરાં વેણ સંભળાવ્યા છે.

જેના પર ટ્વિટર પર લોકોએ રોષ વ્યક્ત કર્યો, એક જણે લખ્યું છે, ‘આતીફ અસલમ માટે ઝીરો માન રહ્યું છે.’ એક અન્ય યુઝરે લખ્યું છે, ‘આતીફ અસલમનો બહિષ્કાર કરો. ૩૫ વર્ષીય ગાયક અસલમે એની ટીકાના પ્રત્યાઘાત પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાંબી પોસ્ટ દ્વારા આપ્યા છે. એણે લખ્યું છે કે, નયા પાકિસ્તાનમાં ઘણું બધું બદલાઈ જશે એવી મને આશા છે. મારા ટીકાકારો પ્રત્યે પણ મને આદર છે.

પાકિસ્તાની ધ્વજ મારી પહેચાન છે અને મને એના પ્રત્યે કેટલું માન છે એ મારા પ્રશંસકો પણ જાણે છે. મારી સામેના નકલી પ્રચારનો કેવી રીતે સામનો કરવો એ મારા પ્રશંસકો બરાબર જાણે છે એ વાતે હું ખુશ છું.’ આતીફ અસલમે ગાયેલું ‘તેરા હોને લગા’ ગીત. એની સાથે સ્વર મિલાવ્યો છે આલિશા ચિનોયે.