Home » Entertainment » Bollywood » રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

News timeline

Delhi
13 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

રણબીર માટે આજે પણ પઝેસિવ છું : દીપિકા

મુંબઈઃ અભિનેત્રી દીપિકા પાદુકોણે એક ઇન્ટરવ્યૂમાં દરમિયાન જણાવ્યું હતું કે, રણબીરને લઈ તે આજે પણ પઝેસિવ છે. તેણે જણાવ્યું હતું કે, અમારી વચ્ચે ભલે બ્રેકઅપ થયો હોય, પરંતુ રણબીરની બાબતમાં આજે પણ હું આજે પઝેસિવ (માલિકીભાવ ધરાવતી )છું.

૨૦૦૮માં આવેલી હિટ ફિલ્મ બચના અય હસીનોંથી બંનેની જોડી જામી હતી. આ ફિલ્મ પછી બંને વચ્ચે અફેરની વાતો ઊડી હતી. પરંતુ ત્યારબાદ બ્રેકઅપ થયો અને એ બ્રેકઅપ પછી રજૂ થયેલી ફિલ્મ યહ જવાની હૈ દિવાની સુપરહિટ ફિલ્મ સાબિત થઇ. આજે તો રણબીર કપૂરનું નામ આલિયા ભટ્ટ સાથે બોલાય છે અને મોટે ભાગે ચાલુ વર્ષના નવેમ્બર-ડિસેમ્બરમાં દીપિકા પણ રણવીર સિંઘ સાથે પરણી જવાની છે એવી વાતો થઇ રહી છે. પરંતુ દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં એવો એકરાર કર્યો હતો કે હું રણબીર કપૂર માટે આજે પણ પઝેસિવ છું. એ દિવસો હું ભૂલી શકી નથી. તમે એમ કહી શકો કે હું આજે પણ એને પ્રેમ કરું છું. બ્રેકઅપ શબ્દોથી આવા સંબંધો સદાને માટે તૂટી જતાં નથી. સંબંધોની સુવાસ ટકી રહે છે.  આ બંને આજે પણ સારા દોસ્તો છે. એકમેક માટે કંઇક કરી છૂટવા તત્પર રહે છે. એણે કહ્યું કે આજે પણ હું રણબીર વિશે કંઇ વાંચું કે એની કોઇ ફિલ્મ જોઉં ત્યારે એની સાથેે વિગતવાર ચર્ચા કરું છું. અમે બંને જુદી વ્યક્તિ છીએ પરંતુ અમારી વચ્ચે જે આત્મીયતા છે એ અન્યને સમજાવી શકાય એવી નથી. અમે આજે પણ એકમેકના વિચારો એકમેકની સાથે વહેંચીએ છીએ, લાંબી વાતો કરીએ છીએ.