Home » Entertainment » Bollywood » આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

News timeline

Ahmedabad
1 hour ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
16 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
16 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
19 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
19 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
19 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
20 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
21 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
21 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

મુંબઇ : આલિયા ભટ્ટ અને રણબીર કપુર વચ્ચેના સંબંધોને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. જો કે બંને તરફથી સાર્વજનિક રીતે સંબંધોને લઇને કબુલાત કરવામાં આવી નથી. જો કે તેમની વચ્ચેની જે રીતની કેમિસ્ટ્રી છે અને બંને જે રીતે સાથી ફરી રહ્યા છે તે જોતા બંને પ્રેમમાં છે. ટુંક સમયમાં જ આની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી શકે છે. રણબીર કપુર અને આલિયાના પરિવારના સભ્યોને પણ તેમના સંબંધોને લઇને કોઇ વાંધો નથી. સોશિયલ મિડિયા પર તેમના ફોટો હવે વધુને વધુ વાયરલ થઇ રહ્યા છે. જે દર્શાવે છે કે સંબંધો વધુ મજબુત થઇ રહ્યા છે. આલિયા ટુંક સમયમાં જ કંલક ફિલ્મમાં નજરે પડનાર છે. આના માટે તે હાલમાં કારગીલમાં શુટિંગ કરી રહી હતી. ત્યાં શુટિંગ કરીને તે સીધી રીતે ન્યુયોર્ક પહોંચી ગઇ છે. જ્યાં રણબીર, રિશી કપુર અને નીતુ હાલમાં છે. હાલમાં રિશી કપુરની સારવાર ન્યુયોર્કમાં ચાલી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર આલિયા ભટ્ટ દ્વારા ફોટો પોસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં તે ન્યુયોર્કના નજરે પડી રહી છે. તે ખુબ ખુશ પણ દેખાઇ રહી છે. તે રણબીર કપુર સાથે સમય ગાળવા માટે પહોંચી છે. આલિયાએ રણબીર માટે સપ્ટેમ્બર મહિનામાં જન્મદિવસ માટે જાતે કેક બનાવી હતી. સાથે સાથે ફોટો પોસ્ટ કર્યા હતા. ફિલ્મ બ્રહ્યાસ્ત્રમાં બંને સાથે કામ પણ કરી રહ્યા છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો આલિયા અને રણબીર કપુરના પરિવારના સભ્યો સંબંધને મંજુરી આપી ચુક્યા છે. આ જ કારણસર રમીબર અને આલિયા એકબીજાના પરિવારના સભ્યો સાથે પણ નજરે પડે છે. આલિયા ભટ્ટ હવે બોલિવુડમાં મજબુત રીતે સક્રિય થઇ ચુકી છે. સાથે સાથે તે સુરક્ષિત સ્ટાર તરીકે પણ બની ગઇ છે.