Home » Entertainment » Bollywood » મોટા સ્ટાર સાથે કામ કરવાથી ખુબ ફાયદો થયો છે : સોનાક્ષી

News timeline

India
24 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

મોટા સ્ટાર સાથે કામ કરવાથી ખુબ ફાયદો થયો છે : સોનાક્ષી

મુંબઇ : બોલિવુડમાં દબંગ ગર્લ તરીકે જાણીતી રહેલી અને પોતાની પ્રથમ ફિલ્મ દબંગ સાથે જ સુપરસ્ટાર બની ગયેલી અભિનેત્રી સોનાક્ષી સિંહા  હાલમાં કેટલીક મોટી ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં કલંક ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેની સાથે માધુરી દિક્ષિત, આલિયા ભટ્ટ જેવી અભિનેત્રીની સમાવેશ થાય છે. તેનુ કહેવુ છે કે કલંક નામની ફિલ્મમાં વરૃણ ધવન અને આદિત્ય રોય કપુર પણ કામ કર રહ્યા છે. આ ફિલ્મ આગામી વર્ષે ૧૯મી એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આગામ વર્ષે જ શરૃઆતમાં તેની ટોટલ ધમાલ પણ રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં તેની ખાસ ભૂમિકા છે.  જો કે અનિલ કપુર, અજય દેવગન અને માધુરી દિક્ષિત જેવા ટોપ કલાકાર સાથે તે આ ફિલ્મમાં કામ કરીને ભારે ખુશ છે. ફિલ્મમાં ઇશા ગુપ્તા પણ કામ કરી રહી છે. સોનાક્ષી સિંહા માને છે કે બોલિવુડમાં મોટા સ્ટાર સાથે કામ કરવાની કેરિયરની શરૃઆતમાં જ તક મળી હતી જેથી તે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ઉભરી રહી છે. સોનાક્ષી સિંહા સલમાન ખાન, અજય દેવગન અને અક્ષય કુમાર અભિનેતા સાથે ફિલ્મોમાં સતત કામ કરી ચુકી છે. જેથી તેની એક્ટિંગ કુશળતા વધી છે. સાથે સાથે આ તમામ મોટા સ્ટાર સાથે વધુ અનુભવ લેવામાં પણ તે સફળ રહી છે. સોનાક્ષી બોલિવુડમાં નંબર વન અભિનેત્રીઓમાં સામેલ રહી છે. જો કે તે નંબર ગેમમાં વિશ્વાસ રાખતી નથી. તેનુ કહેવુ છે કે મોટા કલાકારો સાથે કામ કરતી વેળા તે વધારે શિખવા પર ધ્યાન આપે છે. દબંગ ફિલ્મ બાદ તેની કેરિયર જે રીતે આગળ વધી છે તેનાથી તે ખુશ અને સંતુષ્ટ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા સોનાક્ષીએ કહ્યુ છે કે તેની શરૃઆતની ફિલ્મોના કારણે જ તે એક સ્થાપિત અભિનેત્રી તરીકે ઉભરી આવી હતી. તે કોર્મિશયલ અભિનેત્રી તરીકે જામી ગઇ છે. તેનુ કહેવુ છે કે પ્રથમ ફિલ્મમાં જ સલમાન ખાન જેવા બોલિવુડના સુપરસ્ટાર સાથે કામ કર્યા બાદ તે લોકપ્રિય છે.સોનાક્ષીએ કહ્યુ છે કે સ્ટારો સાથે કામ કર્યા બાદ તેમાં આત્મવિશ્વાસ વધ્યો છે.  સોનાક્ષી સિંહા બોલિવુડમાં હવે એક લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તેને મોટા બજેટવાળી ફિલ્મો મળી રહી છે. જો કે સોનાક્ષીને ગ્લેમરવાળી ફિલ્મો હજુ પણ મળી રહી નથી. તે કેટલાક પ્રોજેક્ટ હાલમાં હાથમાં ધરાવે છે. વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા શત્રુઘ્ન સિંહાની પુત્રી બોલિવુડમાં ખાસ ઓળખ ઉભી કરી ચુકી છે. હવે તેની પાસે ફિલ્મો આવે છે.