Home » Entertainment » Bollywood » રિતિક રોશનની ફિલ્મમાં મૃણાલ ઠાકુર દેખાશે

News timeline

Gandhinagar
2 hours ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
3 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
4 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
5 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
6 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
7 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
7 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
7 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

રિતિક રોશનની ફિલ્મમાં મૃણાલ ઠાકુર દેખાશે

મુંબઇ : બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા પૈકી એક એવા રિતિક રોશન સાથે સુપર ૩૦ ફિલ્મ મળી જતા મૃણાલ ઠાકુર ભારે  ખુશ દેખાઇ રહી છે. લવ સોનિયામાં ગામ કર્યા બાદ તેની પાસે હવે કેટલીક ફિલ્મો આવી રહી છે. તે જહોન અબ્રાહમની સાથે બાટલા હાઉસ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. તેની પાસે હવે વધુને વધુ ઓફર આવી રહી છે. પોતાની કેરિયરની પ્રથમ  જ ફિલ્મ રિતિક રોશન સાથે મળી જતા મૃણાલ ભારે ખુશ છે. તે રિતિક રોશનથી પહેલા જ પ્રભાવિત રહી છે. આવનાર ફિલ્મ સુપર૩૦ને લઇને બોલિવુડમાં જ નહીં બલ્કે ચાહકોમાં પણ ચર્ચા છે. રિતિક રોશન આ ફિલ્મમાં જોરદાર અને નવા અંદાજમાં નજરે પડનાર છે. આ ફિલ્મમાં રિતિક રોશનની સાથે કઇ અભિનેત્રી કામ કરી રહી છે તેને લઇને કેટલાક મહિનાથી ચર્ચા ચાલી રહી હતી. હવે ચર્ચાનો અંત આવી ગયો છે. ફિલ્મમાં રિતિક રોશનની સાથે ટીવી સ્ટાર મૃણાલ ઠાકુર નજરે પડનાર છે. તેને મોટી ફિલ્મ હાથ લાગતા લોટરી લાગી ગઇ છે. તે ફિલ્મને લઇને ઉત્સાહિત છે. આ ફિલ્મનુ શુટિંગ હાલમાં ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે કરાયુ હતુ.  ફિલ્મના પ્રથમ લુકને જારી કરવામાં આવ્યા બાદ આની ભારે ચર્ચા છે. તેની પ્રશંસા પણ થઇ રહી છે. જેને સોશિયલ મિડિયામાં ખુબ પસંદ કરવામાં આવે છે. ફોટો વાયરલ થયા બાદ ફિલ્મમાં અભિનેત્રી કોણ રહેશે તેને લઇને ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે. ફિલ્મમાં રિતિક રોશનની પ્રેમિકા તરીકે તે કામ કરી રહી છે. નિર્દેશક વિકાસ બહલની ફિલ્મમાં સુનિલ શેટ્ટી અને પંકજ ત્રિપાઠી પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૫મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. રિતિક રોશન બોલિવુડમાં તમામ લોકપ્રિય સ્ટાર પૈકી એક છે. તે સૌથી લોકપ્રિય સ્ટાર છે. રિતિક રોશનની આ ફિલ્મનુ શુટિંગ સતત ન થતા રજૂઆત આડે અડચણો આવી છે.