Home » Entertainment » Bollywood » પૈસાની ચૂકવણી થયા બાદ જ ફિલ્મનું પ્રમોશન કરીશ : કંગના

News timeline

Cricket
10 mins ago

ડોન બ્રેડમેન બાદ કોહલીની સૌથી ઝડપથી ૨૫ સદીઓ

Gandhinagar
2 hours ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
3 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
4 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
5 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
7 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
7 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
7 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
8 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

પૈસાની ચૂકવણી થયા બાદ જ ફિલ્મનું પ્રમોશન કરીશ : કંગના

મુંબઈઃ બોલીવુડની ટોચની અભિનેત્રી કંગના રનૌતે જણાવ્યું હતું કે મારી આગામી ફિલ્મ મણીકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી સાથે સંકળાયેલા એક પણ શ્રમજીવીના મહેનતાણાની બાકી નીકળતી રકમ નહીં ચૂકવાય ત્યાં સુધી હું મણીકર્ણિકાનું પ્રમોશન નહીં કરું.કંગના આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા ઉપરાંત ફિલ્મની ડાયરેક્ટર પણ છે. મૂળ તો સાઉથના એક સફળ ડાયરેક્ટર ક્રીશ આ ફિલ્મ બનાવી રહ્યા હતા પરંતુ વચ્ચેથી એમની સાઉથની એક ફિલ્મનું બાકી કામ નીકળતાં મણીકર્ણિકાનું ૬૫ ટકા કામ પૂરું થયા બાદ એ ફિલ્મને છોડી ગયા હતા અને ત્યારબાદ કંગનાએ ડાયરેક્શન સંભાળ્યું હતું. તાજેતરમાં એવા અહેવાલ પ્રગટ થયા હતા કે મણીકર્ણિકા ફિલ્મના યુનિટના સભ્યોના પગાર ચૂકવાયા નહોતા એટલે ફિલ્મ કર્મચારી સંઘના માણસોએ ફિલ્મનું કામ અટકાવી દીધું હતું. એના સંદર્ભમાં કંગના બોલી રહી હતી.હાલ જો કે કંગના અશ્વિની તિવારી આયરની આગામી ફિલ્મ પંગાના શૂટિંગ નિમિત્તે ભોપાલમાં છે. આ ફિલ્મ મહિલા કબડ્ડી ખેલાડીઓની કથા રજૂ કરે છે. મણીકર્ણિકાના યુનિટ મેમ્બર્સના પગાર વિશે મિડિયાએ સવાલ પૂછતાં કંગનાએ કહ્યું કે જ્યાં સુધી એક પણ કર્મચારીના પૈસા બાકી હશે ત્યાં સુધી હું ફિલ્મનું પ્રમોશન નહીં કરું. દરેકની બાકી નીકળતી રકમની ચૂકવણી થઇ જાય ત્યારબાદ હું પ્રમોશન કરીશ.