Home » Entertainment » Bollywood » કાજોલે અજયને દોસ્ત બનાવવાની કરણને ના પાડી દીધી

News timeline

Delhi
3 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
3 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
5 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
5 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
5 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
6 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
6 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
6 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
7 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
7 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

કાજોલે અજયને દોસ્ત બનાવવાની કરણને ના પાડી દીધી

મુંબઇ : બોલીવુડના ટોચના કલાકાર કમ ફિલ્મ સર્જક અજય દેવગણ અને ફિલ્મ સર્જક કરણ જોહર ભૂતકાળના બનાવો ભૂલીને દોસ્ત બનવા તૈયાર હોય તો કાજોલને વાંધો છે. છેલ્લાં પાંચેક વર્ષથી અજય અને કરણ વચ્ચે ગેરસમજ હતી અને બંને વચ્ચે અબોલા હતા. જોે કે કાજોલ અને કરણ વચ્ચે ખૂબ સારી દોસ્તી વરસોથી રહી છે. કાજોલે કરણની હિટ ફિલ્મોમાં કામ પણ કર્યું છે. એ જોતાં અજય અને કરણ દોસ્ત બને એમાં કાજોલને શા માટે વાંધો હોઇ શકે એવો વિચાર કોઈને પણ આવે. તાજેતરમાં અજય અને કાજોલ કોફી વીથ કરણમાં હાજર થયાં હતાં. ત્યારે વાત વાતમાં કરણે અજયને સવાલ કર્યો હતો કે તમે ફરી મારા દોસ્ત બનશો કે ?  અજય કોઇ જવાબ આપે એ પહેલાં કાજોલ બોલી ઊઠી હતી કે ના, એ નહીં બને. જો કે આ બાબતનો ખુલાસો કાજોલની નિકટનાં સૂત્રો આપે છે. કાજોલ પોતાના દરેક સંબંધની બાબતમાં પઝેસિવ(માલિકીભાવ ધરાવતી ) મહિલા છે. એ કરણની દોસ્તીને પોતાની એક્સક્લૂસિવ બાબત ગણે છે. એ નથી ઇચ્છતી કે અજય અને કરણ વચ્ચે એવી ગાઢ દોસ્તી બંધાય. જો કે અજય અને કરણ વચ્ચે સંધિવાહકની ભૂમિકા કાજોલેજ ભજવી હતી અને બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. પરંતુ કરણે અજયની દોસ્તી માગી ત્યારે કાજોલે પોતાનો હક ડૂબી જતો હોય એમ ના પાડી દીધી હતી.