Home » Entertainment » Bollywood » ટેલેન્ટ વિના કોઇ સ્ટાર બની શકે નહીં : અનુષ્કમા શર્મા

News timeline

Bollywood
29 mins ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
3 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
11 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
11 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
11 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

ટેલેન્ટ વિના કોઇ સ્ટાર બની શકે નહીં : અનુષ્કમા શર્મા

મુંબઈઃ  બોલીવુડની સફળ અભિનેત્રી અને ફિલ્મ સર્જક અનુષ્કા શર્માએ કહ્યું હતું કે ટેલેન્ટેડ વ્યક્તિજ સ્ટાર બની શકે, માત્ર મહેનત કર્યેથી કશું વળે નહીં. મૂળ વાત પ્રતિભાની છે. પ્રતિભા હોય એની સાથે મહેનત ભળે ત્યારે કોઇ સ્ટાર બની શકે. ‘આજે હું અભિનેત્રી ઉપરાંત ફિલ્મ સર્જક પણ છું. બીજી પણ કેટલીક પ્રવૃત્તિ કરું છું. પરંતુ સાચું માનજો, શરૃઆતમાં કોઇએ મારી નોંધ સુદ્ધાં લીધી નહોતી… કોઇએ મને બિરદાવી નહોતી. અરે, કરણ જોહરે તો આદિત્ય ચોપરાને કહી દીધું હતું કે આ છોકરીને સાઇન કરતાં નહીં. એનામાં કશું નથી… પરંતુ મેં ધીરજભેર મહેનત કર્યે રાખી. મારામાં આદિત્યને કશુંક દેખાયું હશે ત્યારે મને સાઇન કરી હશે ને..! આદિત્યની બેન્ડ બાજા બરાત ફિલ્મ રજૂ થઇ પછી એ જ કરણ જોહરે મને બિરદાવી અને મારા વખાણ કર્યા… કહેવાનું તાત્પર્ય એ છે કે મૂળ તમારામાં પ્રતિભા હોય અને એમાં તમારી મહેનત ભળે ત્યારે તમે કંઇક મેળવો છો’ એમ અનુષ્કાએ કહ્યું હતું.

તેણે વધુમાં જણાવ્યું કે એક વાત યાદ રાખવાની છે. તમે શરૃઆતમાં તમારી પાટી સાવ કોરી રાખો. તમને કશું આવડતું નથી એમ સમજીને યાત્રા શરૃ કરો. ડાયરેક્ટરનું અને સિનિયરોનું માર્ગદર્શન મેળવતાં મેળવતાં ધીમે ધીમે આગળ વધતાં જાઓ… શરૃમાં જ તમારી પ્રશંસાથી તમે ફુલાઇ જાઓ તો ગયા કામથી… મને આજે કોઇ સામે કશો પૂર્વગ્રહ નથી. ભૂતકાળમાં કોઇએ મારી પ્રશંસા કરી હોય કે મારી આકરી ટીકા કરી હોય, એ ભૂલીને હું આગળ જઇ રહી છું. કશો પૂર્વગ્રહ નહીં.