Home » Entertainment » Bollywood » સલમાન હવે માનેલી બહેન શ્વેતા રોહિરાને લોન્ચ કરશે

News timeline

Delhi
2 hours ago

5 રાજ્યોમાં મતગણતરી: રાજસ્થાનમાં કોંગ્રેસે બાજી મારી, MP-છત્તીસગઢમાં પણ દબદબો

Delhi
3 hours ago

ત્રણ રાજયોમાં હારના પગલે BJPમાં ખળભળાટ સાંસદે યોગીને ચૂપ કરાવાનું કહ્યું

Delhi
4 hours ago

સીટ નીચે 86 લાખનું સોનુ છૂપાવીને લાવી રહેલાં વિમાની પ્રવાસીની ધરપકડ

India
4 hours ago

વસુંધરા રાજે આમ આદમીથી વિમુખ થઇ ગયેલાં

Delhi
5 hours ago

2014 બાદ મોદીની પહેલી મોટી હાર, રાહુલની પહેલી મોટી જીત

Top News
5 hours ago

બ્રિટન ચાહે તો બ્રેક્ઝિટમાંથી નીકળવાનું અટકાવી શકેઃ EUની કોર્ટ નો આદેશ

Top News
5 hours ago

વિદેશી તત્વો ધમકી આપી રહ્યા હોવાનો શ્રીલંકાના પ્રમુખનો આક્ષેપ

Bangalore
5 hours ago

મોદી સરકારને વધુ એક આંચકો, જાણીતા અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાનુ ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલમાંથી રાજીનામુ

Headline News
5 hours ago

કોંગ્રેસની જીત રાહુલ ગાંધીની મહેનતનુ પરિણામઃ અશોક ગહેલોત

Delhi
5 hours ago

MPમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ટેકો નહીઃ માયાવતી

Canada
6 hours ago

રંગતરંગ ગ્રુપ દ્વારા ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ડીવર્સીટી ઓફ યુનીટી કાર્યક્રમ

Canada
6 hours ago

અલ્બર્ટાના પ્રથમ ગે કેબિનેટ પ્રધાન લગ્ન કરશે

સલમાન હવે માનેલી બહેન શ્વેતા રોહિરાને લોન્ચ કરશે

મુંબઇ : સલમાન ખાનની માનેલી બહેન શ્વેતા રોહિરાની તાલીમ હવે પુરી થઇ ગઇ છે. તે થિયેટર અને શોર્ટ ફિલ્મસ માટે મહેનત કરી રહી છે. તેની એક શોર્ટ ફિલ્મ ‘સ્પોટલેસ’ ઘણી ચર્ચામાં રહી છે જેમાં સોનૂ નિગમ મુખ્ય પાત્રમાં ફરી દેખાવાનો છે. તેની આ ફિલ્મ સફળ થતાં જ સલમાન તેને ફિલ્મમાં લોન્ચ કરવાની પેરવીમાં છે. સલમાનનું પ્રોડકશન હાઉસ હવે શ્વેતાને લગતી સ્ક્રિપ્ટની શોધ કરી રહ્યું છે.  શ્વેતા એ પુલકિત સમ્રાટ સાથે ૨૦૧૪માં ગોવામાં લગ્ન કર્યા હતા. જેમાં શ્વેતાનો માનેલો ભાઇ સલમાન ખાન પણ હાજર રહ્યો હતો. જોકે પછીથી શ્વેતા અને પુલકિત છુટા પડી ગયા હતા. સલમાન ખાન આ બ્રેકઅપને કારણે ઘણો નારાજ થયો હતો. ત્યાર બાદ પુલકિતને ટોચના બેનરોની ફિલ્મો મળતી બંધ થઇ ગઇ હતી. શ્વેતા અને પુલકિત વચ્ચેના છૂટા પડવાનું કારણ યામી ગોતમનું નામ ચર્ચામાં હતું. પુલકિત અને યામીએ ‘સનમ રે અને જુનૂયિત જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, જોકે આ બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હતી. પરંતુ બન્નેના સંબંધની ચર્ચાઓ ચારેકોર થતી હતી.  શ્વેતા રોહિરાએ આ દરમિયાન પોતાના અભિનય અને ફિટનેસ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેણે સલમાનને પ્રોમિસ આપ્યું હતું કે તે અભિનય ક્ષમતા દ્વારા બોલીવૂડમાં સફળ થશે. હવેે શ્વેતાએ શોર્ટ ફિલ્મસ દ્વારા પોતાને સાબિત કરી દીધી છે. હવે સલમાન મોટા પડદે શ્વેતાને લોન્ચ કરવાનું વિચારી રહ્યો છે.