Home » Entertainment » Bollywood » માતાપિતાનો વિશ્વાસ સૌથી પહેલાં પુરવાર કરવાનો છે : સારા

News timeline

Delhi
5 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
8 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
20 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
22 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
24 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
26 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
27 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

માતાપિતાનો વિશ્વાસ સૌથી પહેલાં પુરવાર કરવાનો છે : સારા

મુંબઇ : બોલીવુડમાં પગરવ માંડી રહેલી અભિનેત્રી સારા અલી ખાને જણાવ્યું હતું કે મારામાં અભિનય પ્રતિભા છે એવો મારાં માતાપિતાનો વિશ્વાસ મારે સાચ્ચો પુરવાર કરવાનો છે. ‘મારી માતા અને મારા પિતા બંને નીવડેલા અદાકારો રહ્યા છે અને વરસોથી બોલિવૂડમાં સક્રિય છે. મારી પ્રતિભા વિશે બીજા લોકો શું કહે છે એના કરતાં મારા માટે મહત્ત્વની વાત એ છે કે મારાં માતાપિતાએ મારા પર મૂકેલો વિશ્વાસ યથાર્થ પુરવાર થાય’ એમ સારાએ કહ્યું હતું. સારાની અભિષેક કપૂર નિર્દેશિત અને સુશાંત સિંઘ રાજપૂત અભિનિત ફિલ્મ કેદારનાથ રજૂ થવાની તૈયારી છે. હાલ આ ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું છે. આ ઉપરાંત સારા કરણ જોહર અને રોહિત શેટ્ટીની સિમ્બા ફિલ્મ કરી રહી છે જેમાં મોખરાના અભિનેતા રણવીર સિંઘ સાથે એ ચમકી રહી છે. એની હજુ એક પણ ફિલ્મ રજૂ થઇ નથી ત્યાં એને ત્રીજી ફિલ્મની ઓફર પણ મળી હતી. સમીક્ષકો એને પોતાની માતા અમૃતા સિંઘના વ્યક્તિત્વને મળતી આવતી ગણે છે. સારાએ કહ્યું કે અત્યારે મારી પ્રાયોરિટી એ છે કે મારાં માતાપિતાની કસોટીમાં હું સૌ પહેલાં પાર ઊતરું. બીજા બધાંની વાત તો પછી આવે છે. પહેલાં માતાપિતાને ખાતરી થવી જોઇએ કે તેમણે મારા પર મૂકેલો વિશ્વાસ સાચ્ચો છે. જો કે કેદારનાથ સામે અત્યારે જોરદાર વિરોધ પણ થઇ રહ્યો છે અને આ ફિલ્મ લવ જિહાદને પ્રોત્સાહન આપે છે એવા કહેવાતા આક્ષેપ બદલ ગુજરાત હાઇકોર્ટમાં આ ફિલ્મ પર બેન મૂકવાની અરજી પણ રજૂ થઇ ચૂકી છે.