મુંબઇ, તા. ૩ : પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા) ઇન્ડિયાએ નવ વિવાહિત યુગલ પ્રિયંકા ચોપડા અને નિક જોન્સ દ્વારા તમેનાં લગ્નના સરઘસમાં હાથીઓ અને ઘોડાઓને ઉપયોગ કરવાં બદલ તેમને સોમવારે બોલાવ્યા હતાં. પેટાએ યુગલનો ઊઘડો લેવા, ખખડાવવા ટિવટરનો સહારો લીધો હતો. આ યુગલ જોધપુરમાં હિંદુ પરંપરા મુજબ લગ્ન ગ્રંથીથી જોડાયું હતું. પ્રિયંકા – નિકે શનિવારે ખ્રિસ્તી રીતિ – રિવાજ મુજબ લગ્નની પ્રતિબધ્ધતાની આપ-લે કરી હતી. વહાલી પ્રિયંકા ચોપડા અને નિક જોનસ ઘોડાઓને ચાબુકથી નિયંત્રિત કરવામાં આવે છે અને પગમાં નાળ લગાવવા ખીલા જડવામાં આવે છે લોકો હાથી પર સવારી કરવાનું નકારી રહ્યાં છે અને ઘોડા મુકત લગ્નો રાખે છે. અભિનંદન, પરંતુ અમને ખેદ છે કે તે પ્રાણીઓ માટે રાજી ખુશીનો દિવસ નહોતો. એમ પ્રાણીઓના અધિકારો માટેની સંસ્થાએ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટિવટર પર લખ્યું હતું. ‘પેટા’એ ચાર વર્ષ પહેલાનો તેનો વિડિયો પણ ટિવટર પર મૂકી પ્રાણીઓની આપત્તિ, વેદના, દુઃખ અંગે પણ પ્રકાશ ફેંકયો હતો. વિડિયોને મથાળું આપ્યું હતું. ‘હેલટવ એલિફન્ટસ ઇન જયપુરઃ પેટા ઇન્ડિયાઝ ૨૦૧૪ ઇન્સ્પેકશન’.સોમવારે જયપુરથી રવાના થયેલ યુગલે ટિપ્પણીઓ પ્રત્યે પ્રતિસાદ આપવાનો હજુ બાકી છે.
We are Social