Home » Entertainment » Bollywood » વિરોધ પ્રદર્શન બાદ ઉત્તરાખંડમાં ફિલ્મ કેદારનાથ ઉપર પ્રતિબંધ

News timeline

Entertainment
30 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
2 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
2 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
2 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
2 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
2 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
2 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
3 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
5 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
6 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

વિરોધ પ્રદર્શન બાદ ઉત્તરાખંડમાં ફિલ્મ કેદારનાથ ઉપર પ્રતિબંધ

દહેરાદૂન : ઉત્તરાખંડના કેદારનાથ પર આધારીત ફિલ્મ કેદારનાથને ઉત્તરાખંડમાં જ બેન કરી દેવાઈ છે.ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં ફિલ્મ કેદારનાથના પ્રદર્શન ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. કેદારનાથ પર હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. કેદારનાથ મંદિરના પૂજારીઓએ પણ આ ફિલ્મનો વિરોધ કર્યો છે. પ્રવાસ મંત્રી સતપાલ મહારાજે આજે કહ્યું હતું કે, રાજ્ય સરકારે જિલ્લા અધિકારીઓને શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટેના નિર્દેશ આપ્યા છે. સમગ્ર રાજ્યમાં ફિલ્મ કેદારનાથની રજૂઆત ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે. આ પહેલા રાજ્ય સરકારે સતપાલ મહારાજના નેતૃત્વમાં એક કમિટિની રચના કરી હતી. આ સમિતિની ભલામણ ઉપર રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

સતપાલ મહારાજે મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કમિટિએ પોતાની ભલામણો મુખ્યમંત્રીને મોકલી દીધી છે. એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા થવી જોઇએ. જિલ્લા અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે, શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાનો મુદ્દો હવે તીવ્ર બની રહ્યો છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે કેદારનાથ ફિલ્મની રજૂઆતને લઇને હાલમાં તારણો આપ્યા હતા. ફિલ્મમાં સુશાંત અને સારા અલી ખાનની મુખ્ય ભૂમિકા છે. ગઢવાલના સ્વામી દર્શન ભારતી દ્વારા માંગ કરવામાં આવી હતી કે, ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે.