દૂબઇઃ બોલીવુડના ટોચના પંજાબી ગાયક મિકા સિંઘની યુનાઇટેડ આરબ અમીરાતની પોલીસે છેડતીના આરોપ બદલ એક બારમાંથી ધરપકડ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. બ્રાઝિલની રહેવાસી એવી ૧૭ વર્ષની એક યુવતીએ પોલીસને ફરિયાદ કરી હતી કે મિકા સિંઘ એની સતામણી કરી રહ્યો હતો. મિકા સિંઘે એને પોતાના મોબાઇલ ફોન દ્વારા અશ્લીલ ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા એવી આ યુવતીની ફરિયાદ હતી. બોલિવૂડના એક એવોર્ડ સમારંભ માટે મિકા સિંઘ દૂબઇ ગયો હતો. એ એક બારમાં બેસીને શરાબ પી રહ્યો હતો ત્યારે પોલીસે એની ધરપકડ કરી હતી. રાખી સાવંતની જેમ મિકા સિંઘ પણ આ પ્રકારના વિવાદોમાં સતત સંડોવાતો રહ્યો છે. અગાઉ પાટનગર નવી દિલ્હીમાં એણે આંખના એક ડોક્ટર શ્રીકાંત પર હુમલો કરતાં એને ડાબા કાનમાં ગંભીર ઇજા થઇ હોવાની ફરિયાદ થતાં એને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો. દૂબઇ પોલીસે આ સમાચારને સમર્થન આપતાં કહ્યંુ કે મિકા સિંઘને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો અને એની ઊલટતપાસ હજુ ચાલુ હતી. મુંબઇમાં રાખી સાવંતે મિકા સિંઘને જામીન પર છોડાવવા પોતે દૂબઇ જઇ રહી હોવાની જાહેરાત કરી હતી.
We are Social