Home » Entertainment » Bollywood » વર્ષના અંત સુધીમાં એતરાજ-૨ ફિલ્મનુ શુટિંગ શરૃ કરાશે

News timeline

Delhi
6 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
9 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
17 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
21 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
24 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
25 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
27 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
28 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

વર્ષના અંત સુધીમાં એતરાજ-૨ ફિલ્મનુ શુટિંગ શરૃ કરાશે

મુંબઇ : બોલિવુડ અને હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડા લગ્ન કર્યા બાદ હવે હનીમુનના ગાળા બાદ પોતાના બાકીના પ્રોજેક્ટ પર કામ શરૃ કરનાર છે. તેની પાસે એતરાજ-૨ ફિલ્મ રહેલી છે. જેનુ શુટિંગ હવે તે કામ પર પરત ફર્યા બાદ નવા વર્ષમાં હાથ ધરવામાં આવનાર છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પ્રિયંકા ચોપડા હવે એતરાજ-૨ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે.  સુભાષ ઘાઇ આ ફિલ્મની સિક્વલ ફિલ્મ બનાવનાર છે. ફિલ્મના અન્ય કલાકારોને લઇને ટુંક સમયમાં જ  પસંદગી કરવામાં આવી શકે છે. પ્રિયંકા હાલના દિવસોમાં તેની પાસે આવેલી જુદી જુદી ફિલ્મોની  પટકથા વાંચી રહી છે. સુભાષ ઘાઇએ પ્રિયંકાના  લગ્ન પહેલા આ ફિલ્મના સંબંધમાં વાતચીત કરી હતી.   આ વાતચીત સફળ સાબિત થઇ હતી. હવે ફિલ્મનુ શુટિંગ શરૃ કરવામાં આવનાર છે. સુભાષ ઘાઇએ નિર્માતા તરીકે વર્ષ ૨૦૦૪માં એતરાજ ફિલ્મ બનાવી હતી. જેમાં પ્રિયંકા ચોપડા, કરીના કપુર અને અક્ષય કુમારની ભૂમિકા હતી. સુભાષ ઘાઇ લાંબા સમયથી આ સિક્વલ પર કામ કરી રહ્યા હતા. ગયા મહિનામાં જ સુભાષ ઘાઇએ સિક્વલ માટેની પટકથાને આખરી ઓપ આપી દેવામાં સફળતા મેળવી છે. સ્ટારકાસ્ટને નક્કી કરવામાં ઘાઇ વ્યસ્ત છે. ફિલ્મનુ નામ નવુ અને પટકથા પણ નવી રહેશે.

લોકપ્રિય  સુભાષ ઘાઇ અને પ્રિયંકા ચોપડા વચ્ચે વાતચીત થઇ ચુકીછે.લોકપ્રિય પ્રિયંકા ચોપડા પોતે ખુબ ઉત્સાહિત છે અને તે ફિલ્મમાં કામ કરવા માટે તરતતૈયાર પણ થઇ ગઇ છે. પ્રિયંકા ફિલ્મ માટે તારીખ કાઢવાના પ્રયાસમાં લાગેલી છે. સુભાષઘાઇ અને પ્રિયંકા ચોપડા વચ્ચે કુલ ત્રણ મિટિંગ થઇ ચુકી  છે. ત્રીજી અને અંતિમ મુલાકાત અમેરિકી શો ક્વાન્ટિકોસિઝન-૩ની પુર્ણાહુતિ બાદ થઇ હતી. એતરાજમાં પ્રિયંકા નેગેટિવ રોલમાં છવાઇ ગઇ હતી.