Home » Entertainment » Bollywood » અક્ષયની કેસરીનું શુટિંગ જયપુરમાં

News timeline

Entertainment
15 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
1 hour ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
2 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
2 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

અક્ષયની કેસરીનું શુટિંગ જયપુરમાં

મુંબઈ : અનુરાગસિંહની હિન્દી ડિરેકટર તરીકેની પ્રથમ ફિલ્મ કેસરી મારફતે શરૃઆતને લઈને બોલિવુડમાં ઉત્સુકતા છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર અને પરિણિતિ ચોપડાની મુખ્ય ભૂમિકા રહેલી છે. આ ફિલ્મનું શુટીંગ હાલમાં ચાલી રહ્યું છે. હવે મુંબઈમાં શુટીંગ પુર્ણ થયા બાદ આ ફિલ્મનું શુટીંગ ગુલાબી નગરી જયપુરમાં કરવામાં આવનાર છે. પરિણિતી ચોપડાનું કહેવું છે કે તે ગુલાબી નગરથી ખૂબ જ પ્રભાવિત રહી છે. અગાઉ પણ તે અહીં આવી ચુકી છે. કેસરી ફિલ્મનંું શુટીંગ અહીં કરવામાં આવે ત્યારે ફિલ્મના ગીતો પણ અહીં રજુ કરવામાં આવનાર છે. પરિણિતી ચોપડા ફિલ્મમાં અક્ષયકુમારની પત્ની તરીકેની ભૂમિકા અદા કરી રહી છે. પીન્ક શહેરમાં રોમેન્ટીક ગીતોનું શુટીંગ કરવામાં આવનાર છે. સેટ ઉપર રહેલા સૂત્રોનું કહેવું છે કે અક્ષયકુમાર ફિલ્મ સિટીમાં હેલિપેડ ખાતે શુટીંગ કરી રહ્યો છે. જ્યાં ફિલ્મનું ગીત તૈયાર કરવામાં આવનાર છે. ૧૦મી એપ્રિલના દિવસે અહીં વિનાશકારી આગ ફાટી નીકળી હતી. જેમાં સંપત્તિને વ્યાપક નુકસાન થયું હતું. રોમેન્ટીક નંબરને લઈને પણ પરિણિતી ચોપડા ખૂબ આશાવાદી દેખાઈ રહી છે. આ ફિલ્મ ૧૮૫૭ની પટકથા ઉપર આધારીત છે. ઐતિહાસિક બાબતોનો ઉલ્લેખ આમાં કરવામાં આવશે. અક્ષયકુમાર આ ફિલ્મમાં હવલદાર ઈસરસિંહની ભૂમિકા અદા કરનાર છે. ૨૧ શીખ જવાનોની વચ્ચે અને ૧૦ હજાર અફગાન આદિવાસીઓ વચ્ચે અથડામણ ઉપર આ ફિલ્મ આધારીત છે. નોર્થ વેસ્ટ ફ્રન્ટીયર પ્રાંતમાં આ અથડામણ થઈ હતી. કરણ જોહર ફિલ્મના નિર્માતા તરીકે છે. અક્ષયકુમાર અને સુનીર ખેતરતાનનું કહેવું છે કે આ ખૂબ જ મહત્વકાંક્ષી ફિલ્મ છે. ઈસરસિંહે ભારતીય સેનાની રેજીમેન્ટનું નેતૃત્વ કર્યું હતું. શીખ લશ્કરી જવાનોએ જોરદાર ભૂમિકા આમાં અદા કરી કરી હતી. પીરીયડ ડ્રામાં પરની આ ફિલ્મને લઈને લોકોમાં ઉત્સુકતા દેખાઈ રહી છે.

લાંબાસમય બાદ અક્ષયકુમાર ફરી એકવાર અક્ષયકુમાર એકશન ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જયપુરમાંફિલ્મના શુટીંગને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ફિલ્મી ચાહકો અક્ષયકુમાર અનેપરિણિતી ચોપડાને જોવા માટે ઉત્સુક બન્યા છે. પરિણિતી ચોપડાને લાંબા સમય બાદ એક મોટાસ્ટાર સાથે ફિલ્મ હાથ લાગતા તે ખુશ છે.