Home » Entertainment » Bollywood » પ્રભાસની સાથે દીપિકાને ચમકાવવા તૈયારી

News timeline

Delhi
21 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
24 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
32 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
36 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
39 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
40 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
42 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
43 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

પ્રભાસની સાથે દીપિકાને ચમકાવવા તૈયારી

મુંબઇ : લગ્ન કર્યા બાદ દિપિકા ફરી એકવાર સક્રિય થઇ ગઇ છે. તેની પાસે નવી ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. હવે દક્ષિણ ભારતના સુપરસ્ટાર  પ્રભાસ સાથે તે એક ફિલ્મ કરે તેવી શક્યતા છે. હાલમાં તે શ્રદ્ધા કપુરની સાથે પણ એક ફિલ્મ કરી રહ્યો છે. દિપિકાની ફિલ્મને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી.  બાહુબલીની વિક્રમી સફળતા બાદ હવે પ્રભાસને લઇને ફિલ્મો બનાવવા માટે નિર્માતા નિર્દેશકો પ્રયાસ કરવામાં લાગી ગયા છે. પ્રભાસે હજુ સુધી બોલિવુડમાં એન્ટ્રી કરી નથી પરંતુ તેના પર તમામની નજર છે. તે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે હોટકેક બનેલા સ્ટાર તરીકે છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અભિનેત્રી શ્રદ્ધા કપુર એક ફિલ્મમાં તેની સાથે કામ કરવા જઇ રહી છે. સાહો ફિલ્મમાં આ બન્નેની જોડી જોવા મળનાર છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો બોલિવુડની  ફિલ્મમાં તેની સાથે દીપિકા નજરે પડી શકે છે. એમ કહેવામાં આવે છે કે પ્રભાસ ટુંક સમયમાં જ બોલિવુડમાં એન્ટ્રી કરી લેશે. આ ફિલ્મને ત્રણ વર્ષ પહેલા જ મંજુર કરવામાં આવી હતી. એવુ પણ જાણવા મળ્યુ છે કે ફિલ્મના નિર્માતા દીપિકાનો સંપર્ક પણ કરી ચુક્યા છે. જો કે વાતચીત હાલમાં જારી છે.

 દીપિકાએ ફિલ્મને લઇને હજુ સુધી કોઇ મંજુરી આપી નથી. તે નવી ફિલ્મમાં અન્ય કલાકારો સાથે જોવા મળી શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે જો દીપિકા સાથે વાત બનશે નહી તો આલિયા ભટ્ટ અથવા તો કેટરીના કેફને લેવામાં આવી શકે છે. જો કે દીપિકા માની જાય તેમ માનવામાં આવે છે. કારણ કે પ્રભાસ સાથે ફિલ્મ કરીને તેની લોકપ્રિયતા અનેક ગણી વધી શકે છે.