Home » Entertainment » Bollywood » જાન્હવીએ ફોટોશૂટ માટે વાળ ટૂંકા કરાવ્યા

News timeline

Entertainment
31 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
2 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
2 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
2 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
2 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
2 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
2 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
3 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
5 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
6 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

જાન્હવીએ ફોટોશૂટ માટે વાળ ટૂંકા કરાવ્યા

મુંબઈઃ કરણ જોહરની ધડક ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રિ કરનાર અભિનેત્રી જાન્હવી કપૂરે એક વિદેશી મેગેઝિનના કવરનું ફોટો શૂટ કરવા માટે પોતાના લાંબા વાળ કાપીને ટૂંકા કરી નાખ્યા હતા. જો કે એણે ફોટો શૂટ પૂરું થયા બાદ કહ્યું કે મારા પિતા મારા ટૂંકા વાળ જોશે તો મને મારી નાખશે. એમને મારા લાંબા વાળ ખૂબ ગમતા હતા. મેં મેગેઝિનના કવર પર ચમકવા વાળ કાપી નાખ્યા એ હકીકત એમને પસંદ નહીં પડે. એમના ગુસ્સાનો મને ડર લાગે છે’ એમ જાન્હવીએ કહ્યું હતું. હાલ જાન્હવી કરણ જોહરની જ અન્ય ફિલ્મ કલંક કરી રહી છે જે મેગાબજેટ અને મલ્ટિસ્ટાર ફિલ્મ છે. ઇન્ટરનેશનલ મેગેઝિન કોસ્મોપોલિટનની ભારતીય આવૃત્તિના જાન્યુઆરી માસના અંકનું કવર જાન્હવીના ફોટોગ્રાફથી સજાવવામાં આવ્યું છે. આ મેગેઝિનના ફોટો જર્નાલિસ્ટે જાન્હવીને એેના લાંબા વાળ કાપી નાખવાની સલાહ આપી હતી અને માત્ર એક ફિલ્મ કરી હોવા છતાં પ્રતિષ્ઠિત મેગેઝિનના કવર પર ચમકવાની તક મળતી હોવાથી જાન્હવીએ વાળ કાપી નાખ્યા હતા.  અગાઉ પણ જાન્હવી કેટલાંક મેગેઝિનનાં કવર પર ચમકી હતી પરંતુ એ સમયે એણે આવું કોઇ આકરું પગલું લીધું નહોતું. એ બ્રાઇડ્સ ટુ ડે, વોગ ઇન્ડિયા અને ગ્રેઝિયા મેગેઝિનના કવર પર ચમકી ચૂકી છે.