Home » Entertainment » Bollywood » મોની રોય મિત્રોની સાથે દુબઇમાં મજા માણે છે

News timeline

Delhi
39 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
42 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
50 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
54 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
57 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
58 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
60 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

મોની રોય મિત્રોની સાથે દુબઇમાં મજા માણે છે

મુંબઇ : ટીવી બાદ ફિલ્મોમાં પણ પોતાની કુશળતાના કારણે ખાસ ઓળખ ઉભી કરી ચુકેલી મોની રોય હાલમાં દુબઇમાં પોતાના મિત્રોની સાથે મજા કરી રહી છે. હાલમાં જ પોતાના ચાહકોની સાથે મોનીએ કેટલાક ફોટાઓ પણ શેયર કર્યા છે. આ ફોટામાં તે ક્વાલિટી ટાઇમ એન્જોય કરતી નજરે પડી રહી છે. બ્લેક એન્ડ વ્હાઇટ વસ્ત્રો અને રોમ્પરમાં મોન ીરોય ખુબ જ ખુશ દેખાઇ રહી છે. આની સાથે જ તે રેડ બેગ પણ લઇને ફોટો શેયર કરી રહી છે. મોની રોયે પોતાના કેજુઅલ લુક માટે વાળ ખુલ્લા રાખ્યા છે. સાથે સાથે મેક અપ પણ કરેલી સ્થિતીમાં નથી. તે બિલકુલ સામાન્ય યુવતિની જેમ મજા માણી રહી છે. ફોટાઓ શેયર કરીને મોની રોયે જાહેર કર્યુ છે કે કેટલીક ચીજો ખુબ ખુશી આપે છે. તેનુ કહેવુ છે કે તેને પુસ્તકો વાંચવા, ભોજન કરવાની બાબત, હોટ કોફી ખુબ પસંદ છે. આ પોસ્ટની સાથે મોની રોયે કહ્યુ છે કે તે પોતાના મિત્રો હુસેન દલાલ અને અનિશ વર્માની સાથે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે મોની રોય હાલમાં કેટલીક ફિલ્મો હાથમાં ધરાવે છે.  અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મ મારફતે બોલિવુડમાં પ્રવેશ કરી ગયા બાદ હાલમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં રોમિયો અકબર વોલ્ટર અને કલંક ફિલ્મનો સમાવેશ થાય છે. જેમાં તે નેગેટિવ રોલમાં છે. તે અન્ય કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. જેમાં રણબીર કપુુર અને આલિયા ભટ્ટની ફિલ્મનો સમાવેશ થાય છે. તેની પાસે અન્ય ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. જો કે હજુ આની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી નથી. તે રાજકુમાર રાવ સાથે પણ એક ફિલ્મ કરી રહી છે. મોની રોય આગામી દિવસોમાં બોલિવુડમાં વધુ કેટલીક ફિલ્મો મેળવે તેવી શક્યતા છે. નવી ઉભરતી સ્ટારમાં તે સૌથી સફળ અને ચર્ચાસ્પદ તરીકે સાબિત થઇ રહી છે.