Home » Entertainment » Bollywood » સોનાક્ષી સિંહા નંબર ગેમમાં વિશ્વાસ રાખતી નથી

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
5 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
8 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

સોનાક્ષી સિંહા નંબર ગેમમાં વિશ્વાસ રાખતી નથી

મુંબઇ : બોલિવુડમાં દબંગ ગર્લ તરીકે જાણીતી રહેલી અને પોતાની પ્રથમ ફિલ્મ દબંગ સાથે જ સુપરસ્ટાર બની ગયેલી અભિનેત્રી સોનાક્ષી સિંહા માને છે કે બોલિવુડમાં મોટા સ્ટાર સાથે કામ કરવાની કેરિયરની શરૃઆતમાં જ તક મળે છે જેથી તે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ઉભરી રહી છે. સોનાક્ષી સિંહા સલમાન ખાન, અજય દેવગન અને અક્ષય કુમાર અભિનેતા સાથે ફિલ્મોમાં સતત કામ કરી ચુકી છે. જેથી તેની એક્ટિંગ કુશળતા વધી છે. સાથે સાથે આ તમામ મોટા સ્ટાર સાથે વધુ અનુભવ લેવામાં પણ તે સફળ રહી છે. સોનાક્ષી બોલિવુડમાં નંબર વન અભિનેત્રીઓમાં સામેલ રહી છે. જો કે તે નંબર ગેમમાં વિશ્વાસ રાખતી નથી. તેનુ કહેવુ છે કે મોટા કલાકારો સાથે કામ કરતી વેળા તે વધારે શિખવા પર ધ્યાન આપે છે. દબંગ ફિલ્મ બાદ તેની કેરિયર જે રીતે આગળ વધી છે તેનાથી તે ખુશ અને સંતુષ્ટ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા સોનાક્ષીએ કહ્યુ છે કે તેની શરૃઆતની ફિલ્મોના કારણે જ તે એક સ્થાપિત અભિનેત્રી તરીકે ઉભરી આવી હતી. તે કોર્મિશયલ અભિનેત્રી તરીકે જામી ગઇ છે. તેનુ કહેવુ છે કે પ્રથમ ફિલ્મમાં જ સલમાન ખાન જેવા બોલિવુડના સુપરસ્ટાર સાથે કામ કર્યા બાદ તે લોકપ્રિય છે.

 ૩૦ વર્ષીય સોનાક્ષીએ કહ્યુ છે કે સ્ટારો સાથે કામ કર્યા બાદ તેમાં આત્મવિશ્વાસ વધ્યો છે. આના કારણે જ અકીરા જેવી ફિલ્મો પોતાના ખભા પર ઉપાડી લેવામાં સફળતા મળી છે. સોનાક્ષી સિંહા બોલિવુડમાં હવે એક લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તેને મોટા બજેટવાળી ફિલ્મો મળી રહી છે. જો કે સોનાક્ષીને ગ્લેમરવાળી ફિલ્મો હજુ પણ મળી રહી નથી. તે કેટલાક પ્રોજેક્ટ હાલમાં હાથમાં ધરાવે છે.સોનાક્ષી સિંહા હાલમાં અનેક મોટી ફિલ્મમાં કામ કરી રહી છે. તેની પાસે ચાર ફિમો હાથમાં છે. તમામ મોટી ફિલ્મ છે. જેમાં સલમાન ખાનની દબંગ સિરિઝની ત્રીજી ફિલ્મનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત તે મોટા બજટેની કલંક ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિમ તેની એપ્રિલ મહિનામાં રજૂ કરવામાં આવનાર છે. જેનુ શુટિંગ યુદ્ધના ધોરણે હાલમાં ચાલી રહ્યુ છે. ઉપરાંત તેની પાસે રહેલી ફિલ્મમાં મિશન મંગળનો સમાવેશ થાય છે. જેના કલાકારોના નામની જાહેરાત હજુ સુધી કરવામાં આવ્યા નથી. ટોટલ ધમાલ નામની કોમેડી ફિલ્મમાં પણ તે કામ કરી રહી છે. જેમાં તે ખાસ મહેમાન કલાકાર તરીકે છે. અલબત્ત આ ફિલ્મમાં તેની નાની ભૂમિકા પણ ચર્ચા જગાવી શકે છે.