Home » Entertainment » Bollywood » સોનમ કપૂર નવી ફિલ્મમાં સજાતિય ભૂમિકામાં રહેશે

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

સોનમ કપૂર નવી ફિલ્મમાં સજાતિય ભૂમિકામાં રહેશે

મુંબઇ : બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી સોનમ કપૂરનું કહેવું છે કે, તેની કેરિયરમાં સૌથી પડકારરુપ ભૂમિકામાં તે હવે નજરે પડી રહી છે. તેની આગામી ફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગા ફિલ્મમાં તે સજાતિય ભૂમિકા અદા કરી રહી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને રાજકુમાર રાવ ઉપરાંત જુહી ચાવલા, અભિષેક દુહન્ત, સીમા પાહવા અને બિજેન્દ્ર કાલાની પણ ભૂમિકા છે. શૈલી ચોપડા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સહનિર્માણનું કામ વિદુ વિનોદ ચોપડા અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા અદા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. હાલમાં જ કોફી વિથ કરણ સિઝન ૬ના એક એપિસોડમાં સોનમ કપૂરે સજાતિય મુદ્દા ઉપર વિસ્તારપૂર્વક વાત કરી હતી. સોનમ કપૂરે આ કાર્યક્રમમાં ભાગ લઇને કેટલાક ખુલાસા કર્યા હતા. પોતાની બહેન રિયા અને ભાઈ હર્ષવર્ધન સાથે આ શોમાં સોનમ કપૂરે ભાગ લીધો હતો. સોનમનું કહેવું છે કે, ભારતમાં ખુબ જ સર્વગ્રાહી પગલાઓ હવે લેવામાં આવી રહ્યા છે જે રાહત આપે તે પ્રકારના છે. થોડાક સમય પહેલા ભારતમાં જ્યારે સજાતિય સંબંધોને લઇને જોરદાર હોબાળો થયો ત્યારે આ સંબંધોને લઇને તરફેણ કરી હતી. હવે આગામી દિવસોમાં ફિલ્મમાં પણ તે આ પ્રકારની ભૂમિકા અદા કરવા જઈ રહી છે. અનિલ કપૂરની સાથે સોનમ કપૂર પ્રથમ વખત નજરે પડી રહી છે. પિતા-પુત્રીની જોડીને જોવા માટે ચાહકો ઉત્સુક દેખાઈ રહ્યા છે. સોનમ આહૂજા માને છે કે, સજાતિય લોકોને પણ જીવન જીવવાની પુરતી તક મળવી જોઇએ. તેનું કહેવું છે કે, આ મામલામાં ભારતમાં વધારે વિવાદ થવાના બદલે કાયદાકીયરીતે લોકો આગળ વધે તે જરૃરી છે.