Home » Entertainment » Bollywood » લવ આજ કલ-૨: સારા આઉટ, કિયારા ઈન

News timeline

Delhi
22 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
24 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
33 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
36 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
39 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
41 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
43 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
44 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

લવ આજ કલ-૨: સારા આઉટ, કિયારા ઈન

મુંબઇ : બોલિવુડમાં કોઇ પણ અભિનેત્રી અથવા તો અભિનેતા માટે પાકી માહિતી વહેલી તકે બહાર આવતી નથી. હવે એવી માહિતી આવી છે કે ર્કાિતક આર્યનની સાથે નવી ફિલ્મ લવ આજ કલ-૨માં સારા અલી ખાન નજરે પડનાર નથી. તેની સાથે હવે ફિલ્મ માટે કિયારા અડવાણીની પસંદગી કરવામાં આવી છે. પહેલા એવી ચર્ચા હતી કે ફિલ્મ માટે સારા અલી ખાનની પસંદગી કરી લેવામાં આવી છે. સારા હાલમાં સિમ્બાની સફળતા  બાદ ભારે ખુશ દેખાઇ રહી છે. તે ફિલ્મ લવ આઈજ કલને લઇને આશાવાદી હતી. હવે તે બીજા ભાગમાં નહીં હોવાના હેવાલ મળ્યા છે. વર્ષ ૨૦૦૯માં આવેલી લવ આજ કલના નિર્દેશક ઇમ્તિયાજ અલી જ ફિલ્મના નિર્દેશક તરીકે કામ કરી રહ્યા છે. ઇમ્તિયાજ અલી ઇચ્છે છે કે ફિલ્મના બીજા ભાગને પહેલા કરતા બિલકુલ અલગ રીતે તૈયાર કરવામાં આવે. એમ કહેવામાં આવે છે કે ર્કાિતક આર્યન ઇમ્તયાજ અલીની પ્રથમ પસંદગી તરીકે હતો. ત્યારબાદ તરત જ કિયારાને લઇ લેવામાં આવી છે. હાલમાં આ ફિલ્મની પટકથા પર કામ ચાલી રહ્યુ છે. આ ફિલ્મમાં હાલના દોરની રોમેન્ટિક કોમેડીને ઉમેરી દેવામાં આવનાર છે. વર્ષ ૨૦૦૯માં રજૂ કરવામાં આવેલી ફિલ્મમાં સેફ અલી ખાન, દિપિકા અને ગિજેલ મોટેરાની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મમાં રિશિ કપુરે પણ યાદગાર ભૂમિકા અદા કરી હતી. કિયારા પણ આ ફિલ્મને લઇને ભારે આશાવાદી છે. તેને સારી એક્ટિંગ કુશળતા દર્શાવવા માટેની તક મળી ગઇ છે.

આ હિન્દી ફિલ્મની પટકથા રોમાંચક રહે તેમ માનવામાં આવે છે. લવ સ્ટોરી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે. ફિલ્મને લઇને પ્રાથમિક તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. કિયારાને પણ સુચના આપી દેવામાં આવી છે. કિયારા હવે આર્યન સાથે ફિલ્મને લઇને ભારે ખુશ છે.