Home » Entertainment » Bollywood » માહિરાની બીજી પાકિસ્તાની ફિલ્મ ચોથી જુને રજૂ થશે

News timeline

Entertainment
26 mins ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
1 hour ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
1 hour ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
2 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
2 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
2 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
2 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
2 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
2 hours ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
5 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
6 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

માહિરાની બીજી પાકિસ્તાની ફિલ્મ ચોથી જુને રજૂ થશે

મુંબઇ : સેક્સી અને દેખાવડી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન હાલમાં પાકિસ્તાની ફિલ્મોને લઇને વ્યસ્ત બનેલી છે. તેની એક ફિલ્મ હાલમાં પાકિસ્તાનમાં રજૂ કરવામાં આવ્યા બાદ બીજી પાકિસ્તાની ફિલ્મની રજૂઆતની તારીખને આગળ વધારી દેવામાં આવી છે. મોલા જટ્ટ-૨ નામની ફિલ્મ આગામી વર્ષે ચોથી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. પહેલા આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૧૮માં રજૂ કરવાની યોજના હતી. ફિલ્મની રજૂઆત ફરી એકવાર ટાળી દેવામાં આવી છે.  આ એક એક્શન પાકિસ્તાની ડ્રામા ફિલ્મ છે. ફિલ્મનુ નિર્દેશન અને પટકથાનુ કામ બિલાલ લસારી દ્વારા કરવામાં આવ્યુ છે. વર્ષ ૧૯૭૯માં રજૂ કરવામાં આવેલી ક્લાસિક ફિલ્મ મૌલાના જટ્ટની સિક્વલ ફિલ્મ છે. ફવાદ ખાન પણ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. પહેલા ડિસેમ્બરમાં ફિલ્મને રજૂ કરવાની યોજના હતી. જો કે હવે આ ફિલ્મ  જુનમાં  રજૂ કરવામાં આવનાર છે. હાલમાં માહિરાએ કિંગ ઓફ રોમાન્સ શાહરૃખ ખાન સાથે તેની પ્રથમ બોલિવુડ ફિલ્મ રઇસ મામલે વાત કરી હતી. રઇસ ફિલ્મ પાકિસ્તાનમાં રજૂ કરી શકાઇ ન હતી. તેનુ કહેવુ છે કે તે આ ફિલ્મ પાકિસ્તાનમાં રજૂ કરવામાં આવે તેને લઇને પણ ખુબ આશાવાદી હતી. તેનુ કહેવુ છે કે તે પોતાના મિત્રો અને પુત્ર અજલાનની સાથે ફિલ્મ જોવાની ઇચ્છા ધરાવતી હતી. જે ઇચ્છા પૂર્ણ થઇ શકી નથી.  માહિરા ખાન હાલમાં બે પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરી રહી છે.   રણબીર કપુર સાથે પોતાના થોડાક સમય પહેલા વાયરલ થયેલા વિડિયો અંગે  માહિરાએ કહ્યુ છે કે આ વિવાદના કારણે તે દુખી થઇ હતી. વિવાદ બાદ પ્રથમ વખત માહિરાએ મૌન તોડીને પ્રતિક્રિયા હતી. તેનુ કહેવુ છે કે ફોટો વાયરલ થયા બાદ રાતોરાત આના પર નેશનલ ડિબેટ ચાલી હતી તેની પાસે પાકિસ્તાનમાં કેટલીક અન્ય ફિલ્મ આવી રહી છે.