Home » Entertainment » Bollywood » ઉર્વશી રોટેલા આઇટમ સોંગ કરવા ઇચ્છુક

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
11 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
11 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
12 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
13 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
15 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

ઉર્વશી રોટેલા આઇટમ સોંગ કરવા ઇચ્છુક

મુંબઇ : સેક્સી સ્ટાર ઉર્વશી રોટેલાને વધુ એક ફિલ્મ હાથ લાગી છે. હેટ સ્ટોરી-૪ ફિલ્મમાં કામ કર્યા બાદ તે વધુ એક ફિલ્મ મેળવી ચુકી છે. જેનુ નામ ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ઉર્વશી રોટેલા બોલિવુડની ફિલ્મોમાં આઇટમ સોંગ કરવા માટે પણ તૈયાર છે. મોડેલમાંથી અભિનેત્રી બનેલી ઉર્વશી રોટેલા હેટ સ્ટોરી -૪માં કામ કર્યા બાદ વધુ એક મોટી ફિલ્મ મેળવી ચુકી છે. ઉર્વશીએ કહ્યુ છે કે આગામી દિવસોમાં તેની લોકપ્રિયતા ચોક્કસપણે વધશે. રોલને લઉને પણ તે ખુશ છે.  અત્રે નોંધનીય છે કે ઉર્વશી છેલ્લે હેટ સ્ટોરી-૪માં નજરે પડી હતી.  આ ફિલ્મ  માર્ચમાં રજૂ કરવામાં આવી હતી. ફિલ્મ સેક્સી અને થ્રીલર  હતી.  ફિલ્મમાં કેટલાક સેક્સી સીન ઉમેરી દેવામાં આવ્યા હતા.જેથી ફિલ્મને લઇને ઉત્સુકતા રહી  હતી.  હેટ સ્ટોરી -૪ ફિલ્મમાં ઉર્વશી રોટેલાને મુખ્ય અભિનેત્રી તરીકે ચમકાવવામાં આવી હતી.  ઉર્વશી મોટા ભાગે આઇટમ સોંગના કારણે અને બોલ્ડ તેમજ સેક્સી સીનના કારણે જાણીતી રહી છે. તે રિતિક રોશનની ફિલ્મ કાબિલમાં આઇટમ સોંગ કરીને ચર્ચામાં રહી હતી. ઉર્વશીએ હાલમાં દાવો કર્યો હતો કે તેના ટ્વીટર એકાઉન્ટને કોઇ લોકોએ હેક કરીને તેનો દુરૃપયોગ કર્યો છે. તેના ટ્વીટર એકાઉન્ટને હેક કરવામાં આવ્યા બાદ તેના પરથી વાંધાજનક ટ્વીટ કરવામાં આવ્યા હતા. મળેલી માહિતી મુજબ ઉર્વશીના ટ્વીટર એકાઉન્ટથી વાંધાજનક ટ્વીટ કરવામાં આવ્યા હતા. વાંધાજનક ટ્વીટ કરવામાં આવ્યા  બાદ સેક્સી સ્ટાર અભિનેત્રી અને સેલિબ્રિટી ઉર્વશીએ ખુલાસો કરતા કહ્યુ છે કે આ ટ્વીટ તેની સહમતી સાથે મોકલવામાં આવ્યા નથી. ઉર્વશીના ટ્વીટર પર ત્રણ લાખથી વધારે ફોલોઅર્સ છે. એક અન્ય ટ્વીટમાં ઉર્વશીએ કહ્યુ છે તે તેના ટ્વીટર એકાઉન્ટને ફરી ટુંક સમયમાં રિસ્ટોર કરી ચુકી છે. અન્ય ઉભરતી સ્ટારની જેમ જ ઉર્વશીએ પણ સોશિયલ મિડિયામાં નવા ફોટા મુકીને ભારે ચર્ચા જગાવી છે.તેના બોલ્ડ અને સેક્સી ફોટાની હાલમાં ચર્ચા છઠે. થોડાક દિવસ પહેલા તે ચંકી પાન્ડેના ભત્રીજા સાથે દેખાતા ચર્ચામાં રહી હતી. અહાન પાન્ડે સાથે તે નજરે પડી રહી હતી. જાણકાર લોકોનુ કહેવુ છે કે ઉર્વશી મોટા ભાગે સોશિયલ મિડિયા પર ચર્ચામાં રહેવા માટે ઇચ્છુક હોતી નથી. કારણ કે તે મિડિયાથી દર રહેવામાં માને છે. જો કે હવે સોશિયલ મિડિયામાં બોલ્ડ ફોટો મુકીને નવી ચર્ચા જગાવી છે. તે પણ અન્ય નવી સ્ટાર કિડ્સની સાથે ફિલ્મી દુનિયામાં ટકી રહેવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. જેમાં સારા અલી ખાન, ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડે, શ્રીદેવીની પુત્રી જાન્હવી કપુરનો સમાવેશ થાય છે. ઉપરાંત પણ અન્ય સ્ટાર કિડ્સ છે. જેમાં ટાઇગર શ્રોફનો સમાવેશ થાય છે. જે કેટલીક સફળ ફિલ્મ પહેલાથી જ કરી ચુક્યો છે.