Home » Entertainment » Bollywood » હવે ફાતિમા સનાશેખ શાહરૃખ ખાન સાથે ચમકશે

News timeline

Delhi
10 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
13 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
21 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
25 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
28 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
29 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
31 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
32 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
1 hour ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
3 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
4 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
4 hours ago

આપનો આજનો દિવસ

હવે ફાતિમા સનાશેખ શાહરૃખ ખાન સાથે ચમકશે

મુંબઇ : દંગલ ગર્લ ફાતિમા સના શેખ હવે શાહરૃખ ખાનની સાથે કામ કરવા જઇ રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સનાને સાઇન કરી લેવામાં આવ્યા બાદ તે ભારે ખુશ દેખાઇ રહી છે.વર્ષ ૨૦૧૮ ફાતિમા શેખ માટે યોગ્ય નહીં રહ્યા બાદ નવા વર્ષમાં કેટલીક સારી ફિલ્મો કરવા માટે આશાવાદી છે. છેલ્લી વખત તે આમીર ખાનની સાથે ઠગ્સ ઓફ ધ હિન્દુસ્તાન નામની ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થઇ હતી. ફિલ્મ ફ્લોપ રહી હોવાં છતાં તે વિશ્વાસ સાથે આગળ વધી રહી છે. હવે તેની પાસે સારી ફિલ્મ હાથમાં આવી ગઇ છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો તેની પાસે હવે શાહરૃખ ખાનની સાથે રાકેશ શર્માની બાયોપિક ફિલ્મમાં નજરે પડનાર છે. પહેલા એવી ચર્ચા હતી કે ફિલ્મમાં ભૂમિ પેડનેકર કામ કરી રહી છે. રિપોર્ટમાં હજુ સુધી ફાતિમા સના શેખના નામને લીલીઝંડી મળી નથી. જો કે ફાતિમા નક્કી થઇ ચુકી છે. ફાતિમાના હજુ સુધીના દેખાવના કારણે નિર્માતા નિર્દેશકો ભારે પ્રભાવિત રહ્યા છે. આજ કારણસર તે પ્રબળ દાવેદાર તરીકે છે. સત્તાવાર રીતે તેના નામની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. રાકેશ શર્માની બાયોપિક ફિલ્મ પર તમામ કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. રાકેશ શર્માના સાહસ, વીરતા અને તેમની હિમ્મતને આ ફિલ્મમાં રજૂ કરવામાં આવનાર છે. મહેશ મથઇ આ ફિલ્મનુ નિર્દેશન કરી રહ્યા છે.

 ફિલ્મની પટકથા અંજુમ રાજાબાલા દ્વારા લખવામાં આવી છે. ફિલ્મનુ નિર્દેશનનુ કામ સિદ્ધાર્થ રોય કપુર કરી રહ્યા છે. રોની સ્ક્રુવાલા ર્નિિમત આ ફિલ્મ છે. ફિલ્મનુ શુટિંગ હવે ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરવામાં આવનાર છે.ફાતિમા ફિલ્મને લઇને આશાવાદી બનેલી છે. શુટિંગ માટે તૈયારી પણ કરી રહી છે.