Home » Entertainment » Bollywood » વરૃણ ધવન અને શ્રદ્ધા કપુર એબીસીડી-૩ ફિલ્મમાં નજરે પડનાર છે

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
9 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
10 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
12 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
12 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

વરૃણ ધવન અને શ્રદ્ધા કપુર એબીસીડી-૩ ફિલ્મમાં નજરે પડનાર છે

મુંબઇ : વરૃણ ધવનની નવી ફિલ્મ એબીસીડી-૩માં મુખ્ય અભિનેત્રી તરીકે કોણ રહેશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો હવે અંત આવી ગયો છે. કારણ કે આ ફિલ્મમાં હવે શ્રદ્ધા કપુર કામ કરી રહી છે. શ્રદ્ધા કપુર અન્ય કેટલીક મોટી ફિલ્મમાં પણ હાલમાં કામ કરી રહી છે. એબીસીડી-૩ ફિલ્મ ડાન્સ પર આધારિત ફિલ્મ છે. શ્રદ્ધા કપુર ડાન્સના મામલે ખુબ કુશળ સ્ટાર પૈકીની એક તરીકે રહેલી છે. કેટલીક અભિનેત્રીના નામ પર વિચારણા કરવામાં આવ્યા બાદ હવે શ્રદ્ધા કપુરનુ નામ નક્કી થઇ ગયુ છે. ટ્વિટર એકાઉન્ટ પર આ અંગે માહિતી આપતા ટ્રેડ એનાલીસીસ કરનાર તરણ આદર્શે કહ્યુ છે કે હવે શ્રદ્ધા કપુરનુ નામ નક્કી કરી દેવામાં આવ્યુ છે. રેમો ડિસોઝા, વરૃણ ધવન અને શ્રદ્ધા કપુર એબીસીડી-૨ બાદ ફરી સાથે કામ કરી રહ્યા છે. આ એક ડાન્સ આધારિત ફિલ્મ છે.ફિલ્મનુ શુટિંગ હવે ૨૨મી જાન્યુઆરીના દિવસે પંજાબમાં શરૃ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ મોટા ભાગે શુટિંગ યુકેમાં કરવામાં આવનાર છે. વરૃણે શ્રદ્ધા કપુરની સાથે ફોટો પણ પોસ્ટ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે વેલકમ હોમ. આ ફિલ્મ માટે શ્રદ્ધા કપુરના નામને ફાઇનલ કરતા પહેલા કેટરીના કેફ, કૃતિ સનુન અને સારા અલી ખાનના નામ પર વિચારણા કરવામાં આવી હતી. હવે શ્રદ્ધાનુ નામ નક્કી કરવામાં આવ્યુ છે.અગાઉના બીજા ભાગે પણ ભારે ચર્ચા જગાવી હતી. ફિલ્મ તમામ લોકોને પસંદ પડી હતી. ખાસ કરીને યુવા પેઢીને ફિલ્મ ખુબ પસંદ પડી હતી. વરૃણ ધવન છેલ્લે અનુષ્કા શર્મા સાથે સુઇ ધાગા ફિલ્મમાં નજરે પડયો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઇ ખાસ ચર્ચા જગાવી શકી ન હતી.