Home » Entertainment » એ.આર. રહેમાનની કોન્સર્ટની ડેાકયુમેન્ટરી બનશે

News timeline

Ahmedabad
41 mins ago

નરોડા હત્યાકાંડ કેસમાં ૩૨ સાક્ષીઓ તપાસવા બચાવ પક્ષે અરજી

Headline News
1 hour ago

અમેરિકામાં પટેલ સ્ટોર માલિકે લૂંટારાને મારી-દબોચી પોલીસ હવાલે કર્યો

Delhi
1 hour ago

ગૌહત્યા કરનારાને ફાંસીની સજા કરો : રાજ્યસભામાં સ્વામીનું વિવાદિત બિલ

Breaking News
2 hours ago

MLA તેજશ્રીબેનના PA દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

Ahmedabad
2 hours ago

અમદાવાદની યુવતી સાઉદીમાં અરબ શેખની ચુંગાલમાં ફસાઈ

Ahmedabad
3 hours ago

કેનેડામાં સ્ટુડન્ટ વિઝાના બહાને ૪૫.૩૮ લાખની ઠગાઇ

Ahmedabad
4 hours ago

કોંગ્રેસમાં આંતરિક ડખા -અમદાવાદ જિ.પંચાયતનું બજેટ નામંજૂર

Ahmedabad
5 hours ago

કોર્પોરેશનોમાં ડેપ્યુટી કમિશનર તરીકે સરકારી અધિકારી મૂકી શકાશે

Gandhinagar
7 hours ago

શાહ પંચનો રિપોર્ટ મુદ્દે વિધાનસભામાં બીજે દિવસે પણ ધમાલ

Bhuj
8 hours ago

દ્વારકાધીશનાં જગતમંદિરે કુંડલાભોગ અને કુનવારા ભોગ ઉત્સવની ઉજવણી

India
10 hours ago

કેરળ: 12 વર્ષના છોકરાના 16 વર્ષની તરૂણી સાથે સેક્સ સંબંધ, પિતા બનતા ગુનો નોંધાયો

Research
10 hours ago

ડીએનએમાં અકળ ખામી સર્જાવાને કારણે કેન્સર થાય છે : સંશોધનનું તારણ

એ.આર. રહેમાનની કોન્સર્ટની ડેાકયુમેન્ટરી બનશે

ચેન્નાઇ/મુંબઇઃ મોઝાર્ટ ઓફ મદ્રાસ તરીકે ઓળખાતા ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાનની નોર્થ અમેરિકામાં થનારી કોન્સર્ટની લાઇવ ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવશે અને આ ફિલ્મ ભારતમાં સંખ્યાબંધ થિયેટરોમાં જોવા મળશે એવી જાણકારી મળી હતી.

અગાઉ આવો પ્રયોગ પોપ મ્યુઝિકના બેતાજ બાદશાહ માઇકલ જેક્સનની સાથે થયો હતો અને એ ધૂમ સફળતાને વર્યો હતો. હવે એવો પ્રયોગ એ આર રહેમાનની કોન્સર્ટ સાથે કરવાની યોજના છે. આ ફિલ્મમાં રહેમાનની અમેરિકાનાં ૧૪ શહેરોની કોન્સર્ટ, કોન્સર્ટસ્નાં રિહર્સલ્સ, એના ઇન્ટરવ્યૂઝ અને બીજી વિગતોને આવરી લેશે. આ ફિલ્મને ‘વન હાર્ટ’ નામ આપવામાં આવ્યું છે.

સંગીતની દુનિયામાં રહેમાને પચીસ વર્ષ પૂરાં કર્યાં છે એ નિમિત્તે રજત જયંતી ઊજવણીના ભાગ રૃપે આ ફિલ્મ બનાવવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યુ ંહતું.

આ ઉપરાંત એવી યોજના ઘડવામાં આવી છે જેમાં ફિલ્મ ઉદ્યોગના સિનિયર સંગીતકારો ખાસ કરીને જેમની આર્થિક સ્થિતિ સારી ન હોય એમને આર્થિક સહાય આપવામાં આવશે. એ માટે વન હાર્ટ મ્યુઝિશિયન્સ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી હતી. એના મુખ્ય યજમાન કમ દાતા એ આર રહેમાન રહેશે. વન હાર્ટ ફિલ્મથી થનારો નફો આ ફાઉન્ડેશનને આપવામાં આવશે.