Home » Entertainment » Bollywood » ટાઈગર જિંદા હૈ માં સલમાન ખાન વરુઓ સાથે એકશન કરશે

News timeline

Ahmedabad
11 mins ago

નવા સમિકરણોને લીધે કોંગ્રેસમાં ટિકીટ માટે પડાપડી

Delhi
45 mins ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયના રૂમ નંબર 242માં આગ લાગી

Ahmedabad
1 hour ago

ગુજરાતમાં ભાજપ સરકાર વિરૃધ્ધ જનઆક્રોશ, દાવેદારો મૂંઝવણમાં

Gandhinagar
2 hours ago

-વિધાનસભાની ચૂંટણીમાં વંશવાદ હારશે અને વિકાસવાદ જીતશે- મોદી

Gujarat
3 hours ago

કોંગ્રેસે સિધ્ધપુર તાલુકા પંચાયત પ્રમુખને સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા

India
7 hours ago

લુધિયાનામાં RSS નેતાની ખુલ્લેઆમ હત્યા

Top News
7 hours ago

સ્પેનના જંગલોમાં આગ ફાટી નીકળતા બેના મોત

Top News
7 hours ago

સોમાલિયા બ્લાસ્ટ : મોતનો આંકડો વધી ૩૦૦ થઇ ગયો

Bollywood
11 hours ago

ઇશા બોલ્ડ અને સેક્સી સ્ટાર તરીકેની છાપથી હેરાન નથી

Bollywood
13 hours ago

રિતિક રોશન વાણી કપુરની સાથે રોમાન્સ કરશે

Bollywood
15 hours ago

રેસ-૩ ફિલ્મમાં બોલ્ડ સીન કરવાનો સલમાનનો ઇન્કાર

Bollywood
17 hours ago

અનિલ કપુર અને સોનમ કપુર એકસાથે નજરે પડશે

ટાઈગર જિંદા હૈ માં સલમાન ખાન વરુઓ સાથે એકશન કરશે

મુંબઇઃ  બોલીવુડના સુલતાન સલમાન ખાનને મુખ્ય રોલમાં ચમકાવતી અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મ ટાઇગર જિંદા હૈમાં સલમાન ખાન વરુઓનાં ટોળાં વચ્ચે એક્શન કરતો દેખાશે.

અગાઉ વિપુલ શાહની ફિલ્મ વક્તમાં અક્ષય કુમારે ડઝનબંધ આલ્સેશિયન કૂતરા સાથે શૂટિંગ કર્યું હતું એ તમને યાદ હશે. હવે સલમાન ખાન વરુઓનાં ટોળાં વચ્ચે એક્શન કરતો દેખાશે. યશ રાજની આ ફિલ્મ ૨૦૧૨માં આવેલી એક થા ટાઇગરની સિક્વલ છે. મૂળ ફિલ્મમાં પણ કેટરિના કૈફ અને સલમાન ખાન ચમકયાં હતાં. સિક્વલમાં પણ એ બંનેની જોડી છે. જો કે સિક્વલના ડાયરેક્ટર બદલાયા છે. મૂળના ડાયરેક્ટર કબીર ખાન હતા જ્યારે આ ફિલ્મ સુલતાન ફેમ અલી અબ્બાસ ઝફર બનાવી રહ્યા છે.

ઝફરની નિકટનાં સૂત્રોએ કહ્યુંુુુ  કે આ વાત સાચી છે. આ શોટ જોખમી છે અને એને માટે ડાયરેક્ટર ખાસ સિકયોરિટીની વ્યવસ્થા પણ કરવાના છે. વરુઓનાં ટોળાં સાથે શૂટિંગ કરવાનો વિચાર યશ રાજના બોસ આદિત્ય ચોપરાનો છે કારણ કે એ ફિલ્મને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની બનાવવા માગે છે. એ માટે ઇન્ટરનેશનલ ટ્રેનર્સ પણ રાખવામાં આવ્યા છે. સલમાને એવો આગ્રહ રાખ્યો છે કે તમામ એક્શન શોટ્સ પોતે આપશે.