Home » Entertainment » Bollywood » સંજય દત્તની ‘ભૂમિ’નુ શુટિંગ મુંબઇમાં શરૃ

News timeline

Columns
1 min ago

કોહલી V/s કુંબલે : સ્વમાની કોચની વિદાય

Columns
3 mins ago

ભાજપની ચાણક્યની ચાલ : રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

Astrology
6 mins ago

આપનો આજનો દિવસ

Ahmedabad
15 mins ago

રથયાત્રામાં પેરામિલિટરી ફોર્સ સહિત ૧૯ હજાર પોલીસકર્મીનો બંદોબસ્ત

Delhi
56 mins ago

કેજરીવાલને જબરદસ્ત ઝટકો, ‘ઓફિસ ઓફ પ્રોફિટ’ મામલે 21 વિધાયકોની અરજી ECએ ફગાવી

Bollywood
59 mins ago

દિયા મિર્જા યુથ પર ડ્રામા ફિલ્મ બનાવવા ઇચ્છુક

World
1 hour ago

પાકિસ્તાનના ક્વેટા અને પારચિનારકમાં ત્રણ બોંબ વિસ્ફોટ ૪૧ના મોત, ૧૨૦ ઘાયલ

World
1 hour ago

લંડનના ટાવરમાં ફ્રિજના કારણે આગ લાગી હોવાનું તારણ

World
1 hour ago

ચીને એનએસજીમાં પ્રવેશની ભારતની દાવેદારીનો ફરીથી વિરોધ કર્યો See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/international-china-again-reiterated-india-s-claim-to-access-to-nsg#sthash.Dzgg3veC.dpuf

Top News
1 hour ago

રશિયાએ યુદ્ધ જહાજ પરથી સીરિયામાં IS ઉપર મિસાઈલ હુમલો કર્યો

India
1 hour ago

વિશ્વના મોંઘા શહેરોમાં મુંબઈને ૫૭મો ક્રમ

Headline News
1 hour ago

હોકી વર્લ્ડ લીગમાં આજે ભારત-પાક. વચ્ચે ટક્કર

સંજય દત્તની ‘ભૂમિ’નુ શુટિંગ મુંબઇમાં શરૃ

મુંબઇ : સંજય દત્તની વાપસી ફિલ્મ ભૂમિના અંતિમ તબક્કાનુ શુટિંગ હવે દેશના વાણિજ્ય પાટનગર મુંબઇ ખાતે શરૃ કરવામાં આવ્યુ છે. આગરા, ચંબલ અને જયપુરમાં શુટિંગ પૂર્ણ કરવામાં આવ્યા બાદ હવે અંતિમ તબક્કામાં મુંબઇ ખાતે શુટિંગ શરૃ કરવામાં આવી રહ્યુ છે. આગરાના તેજગંજ ખાતે જે શુટિંગ કરવામાં આવ્યુ હતુ તે સીનના ફરી એકવાર શુટિંગ ફિલ્મ સિટી ખાતે કરવામાં આવનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે ૧૨મી એપ્રિલના દિવસે શુટિંગ શરૃ કરવામાં આવ્યા બાદ વહેલી તકે શુટિંગ પૂર્ણ કરવામાં આવનાર છે. પહેલા આગરામાં ક્લાઇમેક્સનુ શુટિંગ કરવામાં આવનાર હતુ. જો કે હવે મુંબઇમાં શુટિંગ કરવામાં આવનાર છે. માર્ચ મહિનામાં આગરા ખાતે ફિલ્મના શુટિંગને રોકવામાં આવ્યુ હતુ. કારણ કે એક પત્રકારે તેજગંજ પોલીસ સ્ટેશન ખાતે એફઆઇઆર દાખલ કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના અને અન્ય કેટલાક લોકો પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. ફિલ્મના ક્રુ મેમ્બરો દ્વારા તેમના કેમેરા તોડી દેવામાં આવ્યા હતા. ઓમંગ કુમારની ફિલ્મ રજૂ કરવાને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. ઓમંગે કહ્યુ છે કે તેજગંજ ખાતે જે સીન કરવામાં આવ્યા હતા તે સીનનુ ફરી મુંબઇમાં શુટિંગ કરવામાં આવનાર છે. ૨૦ દિવસ સુધી હવે મુંબઇમાં શુટિંગ કરવામાં આવનાર છે. ભૂમિ  ફિલ્મ  સંજય દત્તની વાપસી ફિલ્મ છે. તેમાં તેની સાથે અદિતી રાવ હૈદરી કામ કરી રહી છે. તે સંજય દત્તની પુત્રીની ભૂમિકા અદા કરી રહી છે. ફિલ્મના સંબંધમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. સંજય દત્તની કેરિયર હમેંશા વિરોધ વંટોળમાં રહી છે. તે હવે તમામ મુશ્કેલમાંથી બહાર નિકળ્યો છે. તેની પાસે મોટી ફિલ્મો પણ છે.