Home » Entertainment » Bollywood » મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

News timeline

Ahmedabad
15 hours ago

ગુજરાત વિધાનસભામાં બજેટ દરમિયાન વિપક્ષનો હંગામોઃ હર્ષદ રિબડીયાએ ઉછાળી મગફળી

Delhi
15 hours ago

વાતચીતથી નહીં આવે ઉકેલ, સુપ્રીમ કોર્ટ પાસેથી જ સમાધાન શક્ય

Bangalore
15 hours ago

ઈસરો દ્વારા અગ્નિ-2 મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યુ

Ahmedabad
15 hours ago

ગુજરાતમાં શિક્ષણને આપવામાં આવ્યું સૌથી વધું પ્રાધાન્ય, 27,000 કરોડની ફાળવણી

Gujarat
16 hours ago

‘ઉડાન’ સેવા શરૂ થતા જ ફિયાસ્કો, કેન્સલ થઈ જામનગર-અમદાવાદની ફ્લાઈટ

Gujarat
16 hours ago

મચ્છરોના ત્રાસને કારણે બંધ રખાયુ રાજકોટ માર્કેટ યાર્ડ

Bhuj
16 hours ago

અલ્પેશ ઠાકોરને એક દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ

Ahmedabad
16 hours ago

ગુજરાત:વર્ષ 2018 માટે 1,83,666 કરોડનું અંદાજપત્ર, કૃષિ યુવા, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય લક્ષી બજેટ

Ahmedabad
16 hours ago

ગાયને બચાવવા જતા જીપમા સવાર 3 મુસાફરો થયા કાળનો કોળિયો

Business
16 hours ago

એમેઝોનનો ભારતના ફૂડ રિટેલિંગ બિઝનેસમાં પ્રવેશ

Business
16 hours ago

જાન્યુઆરીમાં SIP રોકાણ એક અબજ ડોલરે પહોંચ્યું

Ahmedabad
16 hours ago

નગરપાલિકા: 75માંથી 47માં ભાજપ, 16માં કૉંગ્રેસને બહુમતી

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

મુંબઇ: રોહિત શેટ્ટી અને અભિનેતા અજય દેવગણની સુપરહિટ સિરિઝ ફિલ્મ ગોલમાલની ચોથી કડીમાં કામ કર્યા બાદ પરિણિતીચોપરાએ કહ્યું હતું કે મલ્ટિસ્ટારર ફિલ્મમાં પ્રેસર ઓછું રહે છે. ‘મલ્ટિસ્ટારર ફિલ્મમાં કથા અને પ્રસંગો વહેંચાઇ જવાથી હિટ થવાની જવાબદારી પણ વહેંચાઇ જાય છે એટલે કોઇ એક કલાકાર પર પ્રેસર રહેતું નથી. મને ગોલમાલ ફોર કરવાની ખૂબ મજા પડી કારણ કે કોઇ પ્રેસર રહ્યું નહોતું’ એમ એણે કહ્યું હતું. ગોલમાલ પહેલી કડીથી સતત સુપરહિટ કેામેડી રહી હતી. એકાદ બે કલાકારો સિવાય મોટા ભાગના કલાકારો પણ આ સિરિઝની બીજી અને ત્રીજી કડીમાં એના એજ રહ્યા હતા. ત્રણે કડી હિટ સાબિત થઇ હતી. ચોથી કડીમાં અજયે પરિણિતી અને તબુ એ બે ચહેરા ઉમેર્યા હતા.

ગોલમાલ ફોર પરિણિતીની પહેલી મલ્ટિસ્ટારર ફિલ્મ છે. અત્યાર અગાઉ એણે આ પ્રકારની મલ્ટિસ્ટારર ફિલ્મ કરી નહોતી. એણે કહ્યું કે ઘણા બધા કલાકારો હોવાના કારણે પ્રેસર ઘટી જવાથી કામ પર એકાગ્ર થઇ શકાયું હતું. સિંગર સ્ટાર ફિલ્મમાં ફિલ્મ કેવી જશે અને હિટ થશે કે નહીં એનું પ્રેસર સતત દિલોદિમાગ પર રહેતું હોવાથી કામને અસર થતી હોય છે. ગોલમાલ ફોરમાં એવું કોઇ પ્રેસર રહ્યું નહોતું એટલે હું સ્વસ્થપણે મારા કામને ન્યાય આપી શકી હતી. રોહિત શેટ્ટી સરની કામ કરવાની પદ્ધતિ મારા માટે એક પ્રકારના એજયુકેશન જેવી બની રહીહતી.