Home » Entertainment » Bollywood » આમીર સાથે બીજી ફિલ્મ મળતા કેટરીના ખુશ

News timeline

Bollywood
3 hours ago

પ્રિયંકા -નિકને લગ્નની તસવીરોના બદલામાં ૨૫ લાખ ડૉલર મળશે

Cricket
3 hours ago

કુલદીપ યાદવની આઈસીસી ટી-૨૦ રેન્કિંગમાં ૧૪ ક્રમની છલાંગ

Bollywood
3 hours ago

ગુરૃ ગ્રંથ સાહિબના અપમાન મામલે અક્ષયને એસઆઇટીનું તેડું

Headline News
6 hours ago

સિંધુની નજર હોંગકોંગ ઓપન ટાઇટલ પર કેન્દ્રિત

Bollywood
6 hours ago

રણવીરસિંહ લગ્નના સ્થળે વિમાનમાં જાન લઇને પ્રવેશ કરશે

Bollywood
6 hours ago

મહિલા રેસલરે રાખી સાવંતને એવી પટકી તે સીધી હોસ્પિટલમાં

Breaking News
8 hours ago

મેક્રો ડેટા તેમજ ક્રૂડના ભાવ બજારને દોરશે

Breaking News
8 hours ago

ટોપ-5 કંપનીઓના માર્કેટકેપમાં 26,157 કરોડનો ઉછાળો

Business
9 hours ago

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બોન્ડ મારફતે 3,000 કરોડ એકત્ર કર્યા

Breaking News
9 hours ago

બેલેન્સ્ડ એડ્વાન્ટેજ ફંડ્સના ઇક્વિટી રોકાણમાં ધરખમ વધારો

Gandhinagar
10 hours ago

કોંગ્રેસમાં હોદ્દો મેળવવા કુશ્તી, દિલ્હી સુધી બખેડો

Breaking News
10 hours ago

ફિનિક્સ મિલ્સ 4-5 વર્ષમાં ઓપરેશનલ રિટેલ પોર્ટફોલિયો બમણો કરશે

આમીર સાથે બીજી ફિલ્મ મળતા કેટરીના ખુશ

મુંબઇ : બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કેટરીના કેફને  મોટા સ્ટાર સાથે ફિલ્મ મળી રહી છે. તે હાલમાં બે ખાન સાથે કામ કરી રહી છે. જે પૈકી એક સલમાન ખાન સાથે ટાઇગર જિન્દા હે અને બીજી ફિલ્મ આમીર ખાન સાથે ઠગ્સ ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. કેટરીના આમીર ખાન સાથે રોલ મળતા ભારે ખુશ દેખાઇ રહી છે. તેની કેરિયરમાં આ ફિલ્મોથી ફરી જોરજાર તેજી આવી શકે છે. બન્ને ફિલ્મોના શુટિંગ શરૃ કરી દેવામાં આવ્યા છે. હવે એક મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ મોટી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન માટે આમીર ખાનની સાથે કેટરીના કેફની પસંદગી કરવામાં આવી ચુકી છે. છેલ્લા કેટલાક સમયથી અભિનેત્રીને લઇને ચર્ચા ચાલી રહી હતી. ટોપ ક્લાસ અભિનેત્રીને લઇને આ ફિલ્મ બનાવવામાં આવનાર છે. ફિલ્મમાં અભિનેત્રીના નામને લઇને કેટલાક નામ પર ચર્ચા થઇ હતી. જેમાં આલિયા ભટ્ટ, વાણી કપુર અને દિપિકાનો પણ સમાવેશ થાય છે. આખરે કેટરીના કેફે બાજી મારી લીધી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનની પણ યાદગાર ભૂમિકા રહેશે. સાથે સાથે ફતિમા સના શેખનો પણ સમાવેશ થાય છે. યશરાજ ફિલ્મ   પ્રોડક્શન હોવાના કારણે ફિલ્મને લઇને ભારે ઉત્સુકતા પહેલાથી જ દેખાઇ રહી છે. ધુમ-૩માં આમીર અને કેટરીના કેફની જોડી ચમકી હતી. આ ફિલ્મ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ધુમ-૩ ફિલ્મનુ નિર્દેશન વિજય કૃષ્ણ આચાર્ય દ્વારા કરવામાં આવ્યુ હતુ. કેટરીના કેફ હાલમાં ટાઇગર જિન્દા હેના શુટિંગના ભાગરૃપે અબુ ધાબીમાં છે. તે સલમાન ખાન સાથે આ ફિલ્મમાં કામ કરી રહી છે.

કેટરીના કેફની ફિલ્મી કેરિયરને ફરી ટ્રેક પર લાવવાના પ્રયાસ સલમાન ખાન દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.જ્યારે કેટરીના કેફની ફિલ્મો હાલમાં ફ્લોપ સાબિત થઇ રહી છે. હવે સલમાન અને આમીર ખાનની સાથે તેને ફિલ્મ મળતા કેરિયરમાં તેજી આવશે.