Home » Entertainment » Bollywood » દબંગ-૩માં સની લિયોન પણ ભૂમિકા નિભાવશે

News timeline

Gujarat
1 hour ago

જામનગરમાં દલિતો દ્વારા ચક્કાજામ, પથ્થરમારો થતા લાઠીચાર્જ

Business
1 hour ago

GSKને 40% ટેક્સનો ભય: મર્જર દ્વારા સોદો કરવા તૈયાર

Headline News
1 hour ago

ફ્રેન્ચ ઓપનના ડ્રો જાહેર : નડાલ અને સિલીક વચ્ચે સેમિ ફાઈનલની શક્યતા

Business
1 hour ago

TCSનું માર્કેટકેપ 7 લાખ કરોડને પાર

Business
2 hours ago

કેન્સલેશન ચાર્જિસ, વળતરના પ્રસ્તાવનો એરલાઇન્સ વિરોધ કરશે

Business
2 hours ago

આરકોમ એરિક્સનની વાટાઘાટ મુશ્કેલીમાં

Gujarat
2 hours ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
3 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
3 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
4 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
4 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
5 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

દબંગ-૩માં સની લિયોન પણ ભૂમિકા નિભાવશે

મુંબઇ : અભિનેતા અરબાઝ ખાન પોતાની આવનારી ફિલ્મ તેરા ઇન્તઝારને લઇને વ્યસ્ત બનેલા છે. આ ફિલ્મમાં અરબાઝ ખાન સની લિયોનની સાથે નજરે પડનાર છે. સની લિયોનની સાથે કામ કરવાની ઇચ્છા અરબાઝ ખાને પહેલાથી જ વ્યક્ત કરી હતી પરંતુ આ ફિલ્મમાં કામ કર્યા બાદ અરબાઝ ખાન સની લિયોનથી ખુબ જ પ્રભાવિત થયો છે. અરબાઝ ખાને કહ્યું છે કે, દબંગ-૩માં સની લિયોનને પણ  લેવામાં આવી શકે છે. આ ફિલ્મમાં સની લિયોનની પસંદગ આઈટમ સોંગ તરીકે કરવામાં આવી શકે છે. વર્ષ ૨૦૧૦માં દબંગ ફિલ્મમાં મલઇકા અરોરાએ મુન્ની બદનામ હુઈ આઈટમ સોંગ કરીને સુપર સ્ટાર બની જવામાં સફળતા મેળવી હતી. આ ગીત સુપરહિટ સાબિત થયું હતું. ૨૪મી નવેમ્બરના દિવસે તેરા ઇન્તજાર નામની ફિલ્મ દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનું નિર્દેશન રાજીવ વાલિયા દ્વારા કરવામાં આવ્યું છે. રાજીવ વાલિયાની આ ફિલ્મમાં અરબાઝ અને સની લિયોનની સાથે સાથે સલીલ અંકોલા, સુધા ચંદ્રન, આર્ય બબ્બર જેવા કલાકારો કામ કરી રહ્યા છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મને લઇને ખુબ જ આશા દેખાઈ રહી છે. દબંગ-૩ ફિલ્મ સની લિયોનની કેરિયર માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. મળેલી માહિતી મુજબ સની લિયોનને દબંગ-૩માં લેવાશે કે કેમ તે અંગે ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. દબંગ-૩ ફિલ્મનું શૂટિંગ આગામી વર્ષે ૨૦૧૮થી શરૃ થશે.