મુંબઇઃ બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે પોતાના કઠોર મિજાજ માટે જાણીતી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મની શૂટિંગ દરમિયાન થતી તે બાબતોની વાત કરી જે તેને કયારેય પસંદ નથી. અભિનેત્રીએ પુછવામાં આવ્યું કે શું તે શૂટિંગ દરમિયાન ના કહીને લોકોને નિરાશ કરે છે? જેના જવાબમાં અભિનેત્રીએ જણાવ્યું કે, તે રસપ્રદ છે કે લોકો વચ્ચે તેવી ઇમ્પ્રેશન છે કે હું ના કહેતી રહું છું. જે લોકો મને નજીકથી જાણે છે તે લોકો કહેશે કે, હું કયારેય ના નથી કહી શકતી. ઘણી બાબતો છે જેના પર હું રાજી થતી નથી. જેમ કે, મોડું આવવું, શૂટિંગના દિવસો વધારવા, કરારની વિરુદ્ધ જવું. અભિનેત્રીએ જણાવ્યું કે, એક્સ્ટ્રા ટાઇમના કોઇ પૈસા નથી ચૂકવવામાં આવતા. શોષણ માત્ર સેક્સુઅલ નથી હોતું. હું કયારેય કંઇ કહેતી નથી. મને ખ્યાલ છે કે મારા અવાજ ઉઠાવવાથી કંઇ નહી થશે હું મારૃ પોતાની જ કારકિર્દી ખરાબ કરીશ, પરંતુ જે અક્ષય કુમાર અવાજ ઉઠાવે તો કંઇ થઇ શકે છે. તેમણે બોલીવુડમાં એક જગ્યા બનાવી લીધી છે. તેમની સાથે પૈડમેનમાં કામ કરવાનો અનુભવ સારો રહ્યો. તેઓ આઠ કલાક કામ કરતા હતા. તેમજ અભિનેત્રીએ જણાવ્યું હતું કે, હું દર મહિને પતિ સાથે રહેવા માટે લંડન જવાનો પ્રયત્ન કરૃં છું અને તેઓ પણ મને મળવા માટે લંડન આવતા રહેતા હોય છે આ અનુંભવ અમારા બંન્ને માટે ઘણા મોંઘો અને થકાઉ સાબિત થાય છે. આમ, પોતાની વાતચીત દરમિયાન અભિનેત્રીએ પોતાના અનુંભવો શેર કર્યા હતા.
We are Social