Home » Entertainment » Bollywood » કરીના કપુરે છોડી દીધેલી ફિલ્મને કંગનાએ સ્વીકારી

News timeline

Gujarat
11 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
60 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
6 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

કરીના કપુરે છોડી દીધેલી ફિલ્મને કંગનાએ સ્વીકારી

મુંબઇ : પાંચ વર્ષ પહેલા એકતા કપુર અને કરણ જોહરે ઇમરાન હાશ્મી અને કરીના કપુરને લઇને એક ફિલ્મ બદ્તમીજ દિલની જાહેરાત કરી હતી. ફિલ્મના શુટિંગની તારીખો, લોકેશન સહિતની તમામ બાબતો નક્કી કરી લેવામાં આવી હતી. બાકી પ્રોડક્શન સાથે સંબંધિત તમામ બાબતોને પણ પૂર્ણ કરી લેવામાં આવી હતી. જો કે છેલ્લી ઘડીએ ફિલ્મને રોકી દેવામાં આવી હતી. ફિલ્મ કેમ રોકવામાં આવી તેને લઇને કોઇ વિગત જાહેર કરવામનાં આવી ન હતી. હવે એવા અહેવાલ સપાટી પર આવ્યા છે કે ફિલ્મ પર ફરી નવેસરથી કામ શરૃ કરવામાં આવનાર છે. ફિલ્મમાં હવે કરીના કપુરની જગ્યાએ કંગના રાણાવતને લેવામાં આવી રહી છે. કંગનાએ કરીના કપુર દ્વારા છોડી દેવામાં આવેલી ફિલ્મ તરત જ સ્વીકારી લીધી છે. જો કે ફિલ્મનુ નામ હવે બદલીને મેન્ટલ હે ક્યાં રાખવામાં આવ્યુ છે. કગંના રાણાવતે કોઇ પણ નવી શરત મુક્યા વગર આ ફિલ્મ સ્વીકારી લીધી છે. એકતા કપુરની પ્રથમ પસંદગી કરીના કપુર હતી પરંતુ કરીનાને પાત્ર વધારે બોલ્ડ દેખાતા ફિલ્મ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. કરીનાના ઇન્કાર બાદ આ પિલ્મ બનાવવાની યોજના એકતાએ પડતી મુકી હતી. અન્ય અભિનેત્રી પણ રોલ કરશે નહીં તેમ એકતા માની રહી હતી. જો કે કંગના રાણાવત આ પડકારરૃપ રોલ કરવા માટે તૈયાર થઇ ગઇ છે. તે વિતેલા વર્ષોમાં પણ અનેક રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા રોલ સરળતાથી કરી ચુકી છે. ક્વીન અને રિવોલ્વર રાની જેવી ફિલ્મો કરીને કંગના રાણાવત બોલિવુડમાં બેસ્ટ એક્ટિંગ કુશળતા ધરાવતી હોવાની સાબિતી કેટલીક વખત આપી ચુકી છે. આ એક થ્રીલર ફિલ્મ રહેશે. રાજકુમાર રાવ ફિલ્મમાં કામ કરવા માટે તરત રાજી થઇ ગયો છે. તે પટકથા સાંભળતા જ ખુશ થઇ ગયો હતો. લંડન અને મુંબઇની લાઇફ પર ફિલ્મ મુખ્ય રીતે આધારિત રહેશે. રાવ પણ બોલિવુડમાં એક્ટિંગ કુશળતા માટે જાણીતો બની ગયો છે.