Home » Entertainment » એમ્મા વોટ્સન ફરીથી પ્રેમમાં પડવા ઉત્સુક

News timeline

Gujarat
8 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
57 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
6 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

એમ્મા વોટ્સન ફરીથી પ્રેમમાં પડવા ઉત્સુક

લોસએન્જલસ : બ્રિટીશ અભિનેત્રી એમ્મા વોટ્સન ફરી એકવાર સિંગલ થઇ ગઇ છે.જો કે તે નવા પ્રેમીની શોધમાં છે. પ્રેમ પ્રકરણના મામલે તે વારંવાર ફ્લોપ સાબિત થઇ છે. હાલમાં એમ્મા સિંગલ હોવાની ચર્ચા તેના ચાહકોમાં જોવા મળી  રહી છે.  તેના વિલિયમ નાઇટ  સાથેના  સબંધોનો હવ અંત આવી ગયો હોવાના હેવાલ મળ્યા છે. આ બન્ને છેલ્લા બે વર્ષથી એકબીજા સાથે પ્રેમમાં હતા. જો કે હવે તેમની વચ્ચેના સંબંધનો અંત આવી ગયો છે. વર્ષ ૨૦૧૭ની શરૃઆત થયા બાદથી તેમના વચ્ચે કેટલાક મુદ્દે મતભેદો સપાટી પર આવી ગયા હતા. વીકલી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બન્ને છેલ્લે મે મહિનામાં અમેરિકામા એકબીજા સાથે નજે પડયા હતા. જાણકાર લોકોનુ કહેવુ છે કે વિલિયમ સાથે સંબધોને લઇને વોટ્સને સાવધાની રાખી હતી અને સંબંધ જાળવી રાખવાના પ્રયાસ પણ કર્યા હતા. વોટસને હજુ પણ વિલિયમ સાથે પોતના સંબંધ તુટી જવાના લઇને કોઇ વાત કરી હતી. ફેબ્રુઆરીમાં એક ઇન્ટરવ્યુમાં હેરી પોટર સ્ટાર વોટ્સને કહ્યુ હતુ કે તે પોતાની પ્રાઇવેટ લાઇફને કોઇ પણ કિંમતે જાહેર કરવા માટે ઇચ્છુક નથી. જાણકાર લોકો કહે છે કે વોટ્સન અને વિલિયમ નાઇટ પહેલી વખત વર્ષ ૨૦૧૫માં મળ્યા હતા. ઓક્ટોબર ૨૦૧૫માં પ્રથમ વખત મળ્યા બાદ તેમની મિત્રતા આગળ વધી હતી. બન્ને છેલ્લા બે વર્ષથી ડેટિંગ કરી રહ્યા હતા. બ્રોડવે મ્યુઝિકલ હેમિલ્ટન કાર્યક્રમમા બન્ને સાથે નજરે પડયા હતા. વોટસન પાસે હજુ પણ અનેક મોટા પ્રોજેક્ટ હાથમાં છે.હેરી પોટર શ્રેણીની ફિલ્મના કારણે તે રાતોરાત સુપર સ્ટાર બની હતી. તેની સાથે તેના ફોલોઅર્સ પણ કરોડોમાં પહોંચી ગયા હતા.  એમ્મા વોટ્સન પોતાની પાસે રહેલા પ્રોજેક્ટને હવે પૂર્ણ કરી રહી છે.