Home » Entertainment » Bollywood » બોબી દેઓલ હવે હાઉસફુલ-૪માં પણ દેખાશે

News timeline

Delhi
5 hours ago

પઠાણકોટ એરબેઝ પાસે સેનાના પહેરવેશમાં હથિયારબંધ 3 શંકાસ્પદ લોકો જોવા મળ્યા

Delhi
6 hours ago

ગરીબી સમજવા મારે પુસ્તક વાંચવાની જરૃર નથી, હું ગરીબીમાં ઉછર્યો છું : મોદી

India
6 hours ago

મુંબઇમાં જ્વેલર્સની દુકાનોમાં અખાત્રીજની ખરીદી શુકન પૂરતી સિમિત રહી

Delhi
6 hours ago

નોટબંધીનું ભુત મોદી સરકારને શોધવા ફરી જાગૃત થઇ ગયુ છે : ચિદમ્બરમ

Delhi
7 hours ago

મોદી મને મૌન તોડવાનું કહેતા, હવે આ સલાહનું અનુસરણ તેમણે કરવું જોઈએ: મનમોહન

India
7 hours ago

સિમલા નજીકના ગામમાં ભીષણ આગ : ૫૦ ઘર ખાક

Bangalore
7 hours ago

કઠુઆની ઘટના અત્યંત શરમજનક, બાળકો, મહિલાઓની સુરક્ષાની જવાબદારી સમાજની : કોવિંદ

India
7 hours ago

મ.પ્રદેશમાં જાનૈયાની મીની ટ્રક સોન નદીમાં પડતા ૨૧નાં મોત, આઠ ઘાયલ

Breaking News
20 hours ago

જસદણ નગરપાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા રાજીનામા

Ahmedabad
21 hours ago

હિંદુઓની લાશ ઉપર સત્તા મેળવનારા નરેન્દ્રભાઇએ વિશ્વાસઘાત કર્યો છે: તોગડિયા

Ahmedabad
23 hours ago

સુરત, નર્મદા અને તાપી જિલ્લામાં ત્રણ સફારી પાર્ક વિકસાવાશે

Gujarat
1 day ago

અમિત, સુમિત અને સુરેશ ભટનાગરની રાજસ્થાનથી ધરપકડ

બોબી દેઓલ હવે હાઉસફુલ-૪માં પણ દેખાશે

મુંબઇ : યમલા પગલા દિવાના બાદ ચાર વર્ષ સુધી એક્ટિંગથી દુર થઇ ગયેલો બોબી દેઓલ હવે ફરી નવી ઇનિગ્સમાં ફિલ્મો કરી રહ્યો છે. તે હાલમાં કેટલીક ફિલ્મો કરી રહ્યો છે. તેની પાસે જે ફિલ્મો રહેલી છે તેમાં રેસ-૩, યમલા પગલા દિવાનાનો સમાવેશ થાય છે. હવે એવુ પણ જાણવા મળ્યુ છે કે બોબી દેઓલને હાઉસફુલ-૪ ફિલ્મ પણ મળી ગઇ છે. જેમાં તે અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ સાથે જોવા મળનાર છે. યમલા પગલા દિવાના-૨ ફિલ્મ કર્યા બાદ બોબી દેઓલ  ચાર વર્ષ બાદ ફિલ્મથી દુર થઇ ગયો હતો. હવે ફિલ્મમાં ફરી એન્ટ્રી કરી રહ્યો છે. ગયા વર્ષે શ્રેયસ તલપડેના નિર્દેશન હેઠળની ફિલ્મ પોસ્ટર બોયમાં તે પોતાના મોટા ભાઇ સન્ની દેઓલ અને શ્રેયસ સાથે નજરે પડયો હતો. બોબી હવે સતત એક્શન ફિલ્મ કરી રહ્યો છે. રેસ-૩માં તેની સાથે સલમાન ખાન અને અનિલ કપુર નજરે પડનાર છે. ૪૯ વર્ષીય બોબી દેઓલ હવે હાઉસફુલ-૪માં દેખાશે. તેની પસંદગી સાજિદ ખાન દ્વારા કરવામાં આવી છે. સાજિદે પ્રથમ અઇને બીજો ભાગ નિર્દેશિત કર્યો હતો. દિવાળી ૨૦૧૯માં આ ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. સાજિદે વર્ષ ૧૯૯૨માં પ્રથમ નિર્દેશિત ફિલ્મ બનાવી હતી. જુલ્મકી હુકુમત ફિલ્મમાં ધર્મેન્દ્ર અને ગોવિન્દાએ ભૂમિકા અદા કરી હતી. ત્રણ વર્ષ બાદ તે સન્ની દેઓલની જીત ફિલ્મમાં દેખાયો હતો. તે પ્રથમ વખત બોબી દેઓલ સાથે કામ કરી રહ્યા છે. બોબી હાલમાં અબુ ધાબીમાં રેસ-૩ના શુટિંગમાં વ્યસ્ત છે. સાજિદ સાથે કામ કરવાને લઇને તે ખુશ છે તેમ બોબીએ કહ્યુ છે. સાજિદ સાથે કામ કરવા માટે તે હમેંશા ઉત્સુક હતો. અક્ષય સાથે તે પહેલા પણ કામ કરી ચુક્યો છે. તેની સાથે તેની કેમિસટ્રી રહેલી છે. અજનબીમાં તે અક્ષય સાથે નજરે પડયો હતો. તેનુ કહેવુ છે કે હાઉસફુલ મોટી ફ્રેન્ચાઇસ ફિલ્મ છે. બોબી દેઓલ હવે બોલિવુડમાં ફરી એકવાર સંપૂર્ણરીતે સક્રિય ફિલ્મોમાં થઇ રહ્યો છે. તે ફિટનેસને લઇને પણખુબ મહેનત કરી રહ્યો છે.