Home » Entertainment » Bollywood » સારાની ડેબ્યુ ફિલ્મને નવા નિર્માતા મળ્યા

News timeline

Bollywood
12 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
12 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
15 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
15 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
19 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
19 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
19 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
23 hours ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
24 hours ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
24 hours ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

World
1 day ago

માલદીવ મામલે ચુપ નહીં બેસે ભારત, આપ્યા કાર્યવાહી કરવાના સંકેત

સારાની ડેબ્યુ ફિલ્મને નવા નિર્માતા મળ્યા

મુંબઇ : સારા ખાનની ડેબ્યુ ફિલ્મ કેદારનાથનુ શુટિંગ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યુ છે. જો કે શુટિંગના ગાળા દરમિયાન નિર્દેશક અભિષેક કપુર અને નિર્માતા પ્રેરણા અરોજા વચ્ચે વિવાદના કારણે આ ફિલ્મના શુટિંગને અધવચ્ચે રોકી દેવાની ફરજ પડી હતી. હવે આ ફિલ્મને બચાવી લેવા માટે એક નવા નિર્માતા સપાટી પર આવી રહ્યા છે. એવુ જાણવા મળ્યુ છે કે આ પિલ્મને નિર્માતા રોની સ્ક્રુવાલા હવે પોતાના હાથમાં લઇ રહ્યા છે. રોની સ્ક્રુવાલા આ ફિલ્મની સંપૂર્ણ રકમ જુના નિર્માતા ભુષણ કુમાર, પ્રેરણા અરોડા અને એકતા કપુરને આપી રહ્યા છે. હવે આ મહિનાના અંત સુધી ફિલ્મ પર ફરી એકવાર કામ શરૃ કરવામાં આવનાર છે. સુત્રોએ કહ્યુ છે કે જ્યારે રોનીએ ફિલ્મના ફોટોજ નિહાળ્યા ત્યારે તેમને ખુબ પસંદ પડયા હતા. જેથી રોનીએ પોતાના હાથમાં આ ફિલ્મ લેવાની જાહેરાત કરી દીધી છે. મળેલી માહિતી મુજબ રોની સ્ક્રુવાલાએ ભુષણ કુમાર અને પ્રેરણાને ૧૪-૧૪ કરોડ રૃપિયા આપી દીધા છે. જ્યારે એકતા કપુરને આઠ કરોડ રૃપિયા પાછા આપી દીધા છે. હવે આ ફિલ્મ સંપૂર્ણ રીતે રોની અને અભિષેકના હાથમાં હોવાના હેવાલ મળી રહ્યા છે. બન્ને પોતાની રીતે હવે આ ફિલ્મને નવી દિશા આપી શકે છે. બીજી બાજુ રોનીએ અહેવાલને સમર્થન આપતા કહ્યુ છે કે કેદારનાથ એક ખુબ સારી લવ સ્ટોરી ફિલ્મ છે. જે વર્ષ ૨૦૧૩ના પુર બાદની વાસ્તવિક ઘટના પર આધારિત છે. આ ફિલ્મને આગામી વર્ષે શરૃઆત સુધી પૂર્ણ કરી લેવામાં આવનાર છે. ફિલ્મને વર્ષના અંત સુધી રજૂ કરવાની યોજના હતી પરંતુ હવે આગામી વર્ષે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મને લઇને સુશાંત અને સારા ભારે આશાવાદી છે.