Home » Entertainment » Bollywood » કેટરીના અને વરૃણને લઈ રેમો ૪ડીમાં ફિલ્મ બનાવશે

News timeline

Gujarat
29 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
32 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
2 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
2 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

World
2 hours ago

અમેરિકન સેનેટમાં ૭૧૬ અબજ ડોલરનું સંરક્ષણ બિલ પસાર, ભારત સાથે સંરક્ષણ સંબધો મજબૂત બનાવાશે

કેટરીના અને વરૃણને લઈ રેમો ૪ડીમાં ફિલ્મ બનાવશે

મુંબઇ : બોલિવુડમાં નવી નવી જોડીને ચમકાવવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. રેમો ડિસુઝાએ પોતાની આગામી ફિલ્મને લઇને સત્તાવાર જાહેરાત કર્યા બાદથી ફિલ્મને લઇને વ્યાપક ચર્ચા છે. આ ફિલ્મમાં વરૃણ ધવન અને કેટરીના કેફ કામ કરી રહ્યા છે. આ જોડી છવાઇ જવા માટે તૈયાર છે. મળેલી માહિતી મુજબ દરેક વખની જેમ જ આ વખતે પણ રેમોની આ ફિલ્મ ડાન્સ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે રેમો દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. મળેલી માહિતી મુજબ રેમો ફિલ્મમાં ૪ ડી ટેકનોલોજીનો ઉપયોગ કરનાર છે. રેમો નવી ફિલ્મ મારફતે નવી ટેકનોલોજી સાથે મેદાનમાં આવનાર છે. ફિલ્મને ૪ ડી ટેકનોલોજીમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. એક વાતચીતમાં રેમોએ કહ્યુ છે કે તેઓ અને તેમની ટીમ ૪ ડી ટેકનોલોજી પર માહિતી મેળવી રહી છે. તેઓ નવી ટેકનોલોજી શિખવાને લઇને વ્યસ્ત છે. થોડાક પહેલાના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો જાણી શકાય છે કે રેમોએ પોતાની છેલ્લી ફિલ્મ એબીસીડી -૨ ફિલ્મ ૩ડીમાં તૈયાર કરી હતી. લોકોને આના વિજ્યુઅલ ઇફેક્ટ ખુબ પસંદ પડયા હતા. રેમો સારી રીતે જાણે છે કે લોકો પણ તેમની પાસેથી નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તે માટેની અપેક્ષા રાખે છે. હાલમાં તો રેમો રેસ-૩ ફિલ્મને લઇને વ્યસ્ત થયેલા છે. આ ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય રોલમાં છે. ફિલ્મમાં અન્ય કલાકારો પણ છે. જેમાં બોબી દેઓલ, અનિલ કપુરનો સમાવેશ થાય છે. અભિનેત્રીઓમાં જેક્લીન, ડેઝી શાહનો સમાવેશ થાય છે. ટુંકા    રોલમાં સોનાક્ષી પણ નજરે પડનાર છે. વરૃણ સાથે રેમો પહેલા પણ ફિલ્મ બનાવી ચુક્યા છે જેથી તેની કુશળતાથી રેમો વાકેફ છે. રેસ-૩ ફિલ્મને લઇને ચાહકો ભારે ઉત્સુક  બનેલા છે. સલમાન ખાન ફિલ્મમાં હોવાથી આ ફિલ્મ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે સાબિત થનાર છે.