Home » Entertainment » Bollywood » રણબીર અને વાણી શમશેરા ફિલ્મમાં નજરે પડશે

News timeline

Cricket
2 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
2 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
2 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
6 hours ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
6 hours ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
7 hours ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
7 hours ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

World
7 hours ago

માલદીવ મામલે ચુપ નહીં બેસે ભારત, આપ્યા કાર્યવાહી કરવાના સંકેત

Headline News
7 hours ago

પાકિસ્તાન : બળાત્કારીને પીડિત બાળકીના પિતાની સામે જ ફાંસીના માચડે લટકાવાયો

Delhi
7 hours ago

હવે ફૈઝાબાદ-અયોધ્યાને એક કરીને ‘શ્રી અયોધ્યા’ કરવાની તૈયારીમાં યોગી સરકાર!

Top News
7 hours ago

એક હજાર કંપનીઓએ ટ્રમ્પ સામે અવાજ ઉઠાવ્યો, H1બી વિઝાની નવી નીતિને કોર્ટમાં પડકારી

Headline News
7 hours ago

ડીઝલ એન્જિન છેતરપિંડી કેસમાં Audi અંતે રૂ. 6,800 કરોડનો દંડ ભરવા તૈયાર

રણબીર અને વાણી શમશેરા ફિલ્મમાં નજરે પડશે

મુંબઇ : ખુબસુરત સેકસી સ્ટાર વાણી કપુર હવે યુવા પેઢીના સુપરસ્ટાર રણબીર કપુર સાથે નજરે પડનાર છે. ફિલ્મ શમશેરામાં બંને સાથે નજરે પડનાર છે. નિર્દેશક કરણ મલહોત્રા આ ફિલ્મ બનાવી રહ્યા છે. વાણી કપુર ફિલ્મમાં મોટી અને પડકારરૃપ ભૂમિકા અદા કરવા જઇ રહી છે. કરણ મલહોત્રાએ કહ્યુ છે કે ફિલ્મમાં વાણી કપુર રણબીરની પ્રેમિકાની ભૂમિકામાં નજરે પડનાર છે. તે મુખ્ય રોલમાં નજરે પડયા બાદ તેની કેરિયરમાં તેજી આવી રહી છે. મલહોત્રાએ નિવેદન જારી કરતા કહ્યુ છે કે આ ફિલ્મમાં તમામ પ્રકારના મશાલાને ઉમેરી દેવાના પ્રયાસ કરવામા ંઆવી શકે છે. ફિલ્મમાં રહેલા અન્ય કલાકારોના સંબંધમાં હાલમાં કોઇ જાહેરાત કરવામાં આવી નથી. વાણી કપુરની પ્રશંસા કરતા મલહોત્રાએ કહ્યુ છે કે તે ખુબ શિસ્તમાં રહેનાર અભિનેત્રી છે. કુશળ અભિનેત્રી છે. શમશેરા નામની ફિલ્મનુ શુટિંગ વર્ષ ૨૦૧૮ના અંત સુધી શરૃ કરવામાં આવનાર છે. ફિલ્મને વર્ષ ૨૦૧૯ના મધ્યમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. પ્રાપ્ત હેવાલ મુજબ વાણી કપુર રણબીર જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મ મળ્યા બાદ ભારે ખુશ છે. આગામી દિવસોમાં વાણીને વધારે સારી ફિલ્મો મળી શકે છે.

યશરાજ ફિલ્મ દ્વારા આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. રણબીરના ચાહકો માટે સારા સમાચાર એ છે કે તે પ્રથમ વખત એક્શનથી ભરપુર ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તે સંજય દત્તની લાઇફ પર બનેલી ફિલ્મ સંજુમાં સંજ્ય દત્તની ભૂમિકા અદા કરી રહ્યો છે. રણબીર કપુર સંજય દત્તની જે પ્રકારની ભૂમિકા અદા કરી ગયો છે તેને લઇને તમામ ચાહકો ભારે ખુશ છે. વાણી રિતિક રોશન સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહી છે.