Home » Entertainment » Bollywood » કંગના અન્ય કોઇ નિર્દેશકો સાથે કામ નહી કરે

News timeline

Ahmedabad
7 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
57 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
1 hour ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
3 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

કંગના અન્ય કોઇ નિર્દેશકો સાથે કામ નહી કરે

મુંબઇ : કંગના રાણાવત હવે અન્ય કોઇ ફિલ્મ નિર્માતા નિર્દેશક સાથે કામ કરશે નહી. થોડાક મહિના પહેલા કંગના રાણાવતે જાહેરાત કરી હતી કે તે ફિલ્મ  તેજુની સાથે ફિલ્મ નિર્દેશનની શરૃઆત કરશે. તેજુમાં કંગના ૮૦ વર્ષની મહિલાની ભૂમિકા અદા કરનાર છે. કંગનાએ એમ પણ કહ્યુ છે કે મણિર્કિણકા ધ ક્વીન ઓફ ઝાંસી બાદ બીજા નિર્દેશકોની ફિલ્મોમાં એક્ટિંગ કરનાર નથી. તે માત્ર પોતાના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મમાં જ કામ કરનાર છે. તેનુ કહેવુ છે કે પોતાના નિર્દેશન હેઠળની ફિલ્મમાં તે કેટલીક યાદગાર રોલ કરવા માટં ઇચ્છુક છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે કંગના પોતાના આ નિર્ણયને બદલી શકે છે. રિપોર્ટ મુજબ તે હાલમાં આયુષ્માન ખુરાના સાથે કામ કરી રહી છે. આ ફિલ્મનુ શુટિંગ આગામી વર્ષે શરૃ થનાર છે. હાલમાં જ પૂર્ણ થયેલા ઇન્ટરનેસનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં પણ શેખર કપુરે કહ્યુ હતુ કે કંગના માટે તેઓ એક પટકથા લખી રહ્યા છે. આ ફિલ્મમાં પણ કંગનાની બૂમિકા ૮૫ વર્ષની મહિલા તરીકે રહેશે. આનો મતલબ એ છે કે જો તમામ બાબતો યોગ્ય રીતે આગળ વધશે તો કંગના રાણાવત ટુંક સમયમાં જ બે એવી ફિલ્મો કરનાર છે જેમાં વયોવૃદ્ધ મહિલાની ભૂમિકા તે અદા કરનાર છે. કંગના બોલિવુડમાં ક્વીન તરીકે ઉભરી ચુકી છે. તેની ગણતરી બોલિવુડમાં એક શાનદાર અભિનેત્રી તરીકે થઇ રહી છે. કંગના રાણાવત બોલિવુડમાં સૌથી શક્તિશાળી અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે. કંગના રાણાવત હાલમાં રિતિક રોશન સાથે તેના સંબંધના કારણે ચર્ચામાં રહી હતી. કંગના રાણાવત બોલિવુડમાં બોલ્ડ એન્ડ બ્યુટિફુલ તરીકે ગણવામાં આવે છે. તે મોટા ભાગે તમામ જુદા જુદા વિષય પર પોતાની પ્રતિક્રિયા પણ આપતી રહી છે. હવે નિર્માતા નિર્દેશક મુદ્દે વાત કરી નવી ચર્ચા જગાવી છે.