Home » Entertainment » Bollywood » ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

News timeline

Business
11 mins ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

Gujarat
40 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
42 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
3 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
3 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

મુંબઇઃ બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને અેક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, મારી ગ્લેમરસ અભિનેત્રીની ઇમેજ હોવાનું મને ગૌરવ છે. મેં કદી કોઇ એક જેનરની ફિલ્મ કરી નથી. ‘કોઇ પણ અદાકારે લાંબો સમય કારકિર્દી ટકાવી રાખવી હોય તો દરેક જેનરની ફિલ્મ કરવી જોઇએ. માત્ર એક્શન ફિલ્મ કે માત્ર કોમેડી કરવાથી લાંબો સમય ટકી શકાય નહીં. એજ રીતે કમર્શિયલ ફિલ્મની સાથોસાથ ક્યારેક આર્ટ કહેવાતી ફિલ્મ પણ કરવી જોઇએ’ એમ કરીનાએ કહ્યું હતું. તેણે કહ્યું કે મને કોઇ રોલ ગમે તો એ કમર્શિયલ ફિલ્મ છે કે પેરેલલ સિનેમા છે એેવો વિચાર મંે કદી કર્યો નહોતો. ગમતી ફિલ્મ મેં સ્વીકારી લીધી હતી. મારી ઇમેજ ગ્લેમરસ અભિનેત્રીની શી રીતે સ્થપાઇ ગઇ એની મને જાણ નથી પરંતુ એ ઇમેજ પ્રત્યે મને ગૌરવ છે કે દર્શકોને હું ગ્લેમરસ લાગું છું. મેં અભિનય ક્ષેત્રે બને તેટલું વૈવિધ્ય જાળવી રાખવાના પણ પ્રયાસો કર્યા છે. મેં ઊડતા પંજાબ કરી તો ગોલમાલ સિરિઝ પણ કરી. બંને અલગ પ્રકારની કથા ધરાવતી ફિલ્મો હતી. એકમાં હું બિનગ્લેમરસ હતી તો બીજીમાં હું ગ્લેમરસ રોલ કરતી હતી. આમ વૈવિધ્ય જાળવવાની બાબતમાં હું સતત સાવધ રહી હતી. માત્ર બાવીસ વર્ષની હતી ત્યારે ચમેલી ફિલ્મ કરી હતી જ્યારે લોકોને એમ લાગતું હતું કે હું ચમેલી ફિલ્મ નહીં કરું.