Home » Gujarat » Bhuj » ગાંધીધામમાં યુવાનની પથ્થરના ઘા મારીને ઘાતકી હત્યા

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ગાંધીધામમાં યુવાનની પથ્થરના ઘા મારીને ઘાતકી હત્યા

ભુજ: ગાંધીધામ શહેરના પીએસએલ ઝૂંપડા આંબેડકરનગર વિસ્તારમાં રહેનારા મૂળ બિહારના સહવાગ નંદલાલ ચૌધરી (ઉં.વ.૨૫) નામના યુવાનના માથામાં પથ્થરના ઘા ઝીંકી અજાણ્યા શખશોએ તેની ક્રૂર હત્યા નિપજાવી હતી.

હત્યાના બનાવને પગલે લોકોમાં ચકચાર પ્રસરી હતી. શહેરના પીએસએલ ઝૂંપડા વિસ્તારમાં રહેતા અને કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી એક ખાનગી કંપનીમાં શ્રમિક તરીકે કામ કરતા સહવાગ નામના યુવાનનો મેદાન નજીક રેલવે કચેરી પાસેની બાવળની ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી અહીં એકલા રહેતા આ યુવાન ઉપર ૮થી ૯ કિલોના પથ્થરના બે ઘા મારવામાં આવ્યા હતા. કોઇ શખ્સો સાથે કોઇ કારણોસર ઝપાઝપી બાદ તેને નીચે પાડી દઇ તેના ઉપર પથ્થર વડે હુમલો કરાતાં તેની ખોપરી ફાટી ગઇ હતી. તેવામાં પથ્થરનો બીજો ઘા મારી આરોપીઓ નાસી ગયા હતા.

રાત દરમિયાન લોહી નિંગળતી હાલતમાં અહીં પડી રહેલા આ યુવાનનું લોહી વધુ નીકળી જતાં તેનું મોત થયું હતું. આ ચકચારી બનાવની પોલીસને જાણ થતાં તાબડતોબ ત્યાં દોડી આવી હતી. એફએસએલ માટે અહીંથી લોહીવાળો પથ્થર, લોહીવાળી માટી, મૃતક યુવાનના કપડાં વગેરે પોલીસે કબજે લીધા હતા. આ બનાવ બાદ બિહાર રહેતા યુવાનના સંબંધીઓને જાણ કરવામાં આવી હતી. હત્યાના આ બનાવમાં છોટેલાલ અમરીત પાસવાને અજાણ્યા શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જુદી જુદી ટીમો બનાવીને પોલીસે આરોપીઓને પકડી પાડવા દોડધામ આચરી હતી.