Home » Breaking News » તળાજા કોંગ્રેસના નગરસેવક સહિત છ સામે મારામારી-લૂંટની ફરિયાદ

News timeline

Gujarat
5 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
53 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

તળાજા કોંગ્રેસના નગરસેવક સહિત છ સામે મારામારી-લૂંટની ફરિયાદ

તળાજા-   તળાજાના પાદરી (ભંમર) ગામે રહેતાં અને તળાજામાં દુકાન ધરાવતાં લાખાભાઈ વાજસુરભાઈ ભંમર (ઉવ.૩ર)એ તળાજા પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ સાકીર, અખ્તર અને શોયબ તથા ત્રણ અજાણ્યા માણસ મળી છ શખસ વિરૃધ્ધ નોંધાવી છે કે, ગઈકાલે બપોરના સુમારે ફરિયાદી રામપરા રોડ પરથી પસાર થતાં હતા, ત્યારે લોકોનું ટોળું જઈ શું થયું છે તેમ પૂછતાં આરોપીઓએ એકસંપ કરી ગાળો આપી, ફરિયાદી પર હુમલો કરી પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી ફરિયાદીના ખીસ્સામાંથી રૃા.૧૪,૦૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન અને રોકડ રૃા.પ,૪૦૦ની રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે તમામ શખસ વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે તળાજા બાદ ભાવનગર દવાખાને ખસેડાયાં હતા.

પોલીસ ફરિયાદના પગલે તળાજા કોંગ્રેસના નગરસેવક શોયબ પઠાણે તળાજા પોલીસ સમક્ષ એવી કેફિયત ફોટો-પુરાવા સાથે રજૂ કરી હતી કે, તેમની વિરૃધ્ધ ખોટી ફરિયાદ કરાઈ છે અને ઘટના વખતે તેઓ પોતે (નગરસેવક) ભાવનગર ખાતેની કોર કમિટીની બેઠકમાં હાજર હોવાનું જણાવી પોતાનો બચાવ વ્યક્ત કર્યો હતો.