Home » Gujarat » Ahmedabad » જય રણછોડ, માખણ ચોર’ના નાદ સાથે ભવ્ય રથયાત્રા નીકળશે

News timeline

Delhi
13 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

જય રણછોડ, માખણ ચોર’ના નાદ સાથે ભવ્ય રથયાત્રા નીકળશે

અમદાવાદ : જગન્નાથજી મંદિરેથી ૧૪મી જુલાઈના શનિવારે ‘જય રણછોડ માખણચોર’ના નાદ વચ્ચે ૧૪૧મી રથયાત્રા નીકળશે. જગન્નાથ મંદિર ખાતે મંગળવારે પત્રકાર પરિષદમાં મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું કે, તા. ૧૪મીએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળશે. સવારે સાત વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્યે મંગળા આરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહેશે.

મંદિરના ટ્રસ્ટીએ માહિતી આપતાં કહ્યું કે, રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો પર જ ફરશે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રામાં ભાગ લઈ આ ઉત્સવને લોકોત્સવ તરીકે ઉજવે છે. રથયાત્રાના અગ્રભાગમાં ૧૮ શણગારેલા ગજરાજો, ત્યાર પછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ તેમજ ૩ બેન્ડ બાજાવાળા હશે.

સાધુ સંતો, ભક્તો સાથે ૧૨૦૦થી ૧૫૦૦ જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહેશે. દેશભરમાંથી ૨૫૦૦ જેટલા સાધુ-સંતો ભાગ લેવા આવે છે. આ વખતે રથયાત્રામાં સૌપ્રથમ વાર ભારતીય અખાડા પરિષદના મોટા સંતો-મહંતો અને કુંભમેળાના સાધુ-સંતો હાજરી આપશે. મેટ્રો ટ્રેનની કામગીરી ચાલી રહી હોવાથી શાહપુર હલીમની ખડકીનો રૂટ રથયાત્રામાં સામેલ નથી.