Home » Gujarat » Ahmedabad » કલોલની દિકરી ફુટબોલ ટુર્નામેન્ટ રમવા સ્વીડન ખાતે જશે

News timeline

Bollywood
1 hour ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
4 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
10 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
12 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
12 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
12 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

કલોલની દિકરી ફુટબોલ ટુર્નામેન્ટ રમવા સ્વીડન ખાતે જશે

– ફુટબોલ માટે એક સંસ્થાએ વિદ્યાર્થીનીની પસંદગી કરી ટ્રેનીંગ પણ આપીઃ

કલોલ- કલોલ તાલુકાના પલોડીયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધો.૭માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્વીડન ખાતે યોજાનાર ફુટબોલ ટુર્નામેન્ટ માટે પસંદગી થતા શાળા તથા ગામમાં આનંદનો માહોલ છે. ધો.૭માં અભ્યાસ કરતી રોશની વિષ્ણુભાઈ નાયકે બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

ત્યારબાદ કૌટુંબિક કારણોસર માતા પણ પિયર ચાલી જતાં રોશની પોતાની બે નાની બહેનો સાથે દાદા-દાદી સાથે ભાડાના મકાનમાં રહે છે. રોશની અભ્યાસમાં પણ તેજસ્વી છે. ત્યારે એસકેએફ ઈન્ડિયા લિ.ના સહયોગથી ચાલતી ફુટબોલ ક્લબમાં રોશનીની પસંદગી થઈ હતી.

જ્યાં કલબના કોચ દ્વારા રોશનીને ટ્રેનીંગ આપવામાં આવી હતી તેમજ સ્વીડન ખાતે યોજાનાર ગોથીયા કપ ફુટબોલ ટુર્નામેન્ટમાં પણ રોશની પસંદગી કરવામાં આવી છે. ૧૧ જુલાઈથી ર૪ જુલાઈ સુધી રમાનાર ટુર્નામેન્ટમાં ભાગ લઈ ઉજજવળ કારકીદર્દી બનાવે તે માટે શાળાના આચાર્ય શંભુભાઈ દેસાઈ તથા ગામના સરપંચ અને આગેવાનોએ રોશનીનું ફુલહારથી સ્વાગત કરી આશિર્વાદ આપી સ્વીડન જવા માટે તેને શુભેચ્છા પાઠવી હતી.